________________
કેવળી પ્રભુનો સાથ
વનવાસનું પાલન રાખ્યું હતું. આ કાળ દરમ્યાન તેઓ જુદાં જુદાં ક્ષેત્રે આત્મધ્યાનમાં અને આત્મશુદ્ધિના અભ્યાસમાં મગ્ન રહેવા લાગ્યા. આ સમયમાં તેઓ મુખ્યતાએ ઉદયાધીનપણે વર્તતા હતા. ઇચ્છાનિરોધ તપસ્વી થવાનો ભવ્ય પુરુષાર્થ તેમણે આદર્યો હતો. એમ લાગે છે કે આ જ કારણથી તેમના થકી લખાયેલા માત્ર ચાલીસ જેટલા પત્રો જ આ વર્ષમાં આપણને મળે છે. અને તેમાં પણ ભાગ્યે જ કોઈ પત્ર આઠ દશ લીટીથી વધારે લાંબો છે. આ પત્રોમાં ગ્રંથો વિશેના અભિપ્રાયો, મોક્ષમાર્ગનો નિર્દેશ આદિ પરમાર્થ માર્ગની જ વિચારણા જોવા મળે છે. આ વર્ષમાં આત્મ આરાધન અર્થે તેઓ જુદાં જુદાં ક્ષેત્રમાં રહ્યા હતા, તે વખતે તેમણે જે ધર્મબોધ આપ્યો હતો તેની ટૂંકી નોંધ વચનામૃતમાં ‘વ્યાખ્યાનસાર ૧,૨’ રૂપે મૂકાઈ છે. વ્યાખ્યાનસાર વાંચતા તેમના વિશાળ તથા ઊંડા જ્ઞાનની પ્રતીતિ આપણને સહેલાઈથી મળી જાય છે. આમ બાહ્યથી તેમના સાનુકૂળ સંજોગ વધ્યા હતા, છતાં તે સંજોગ તેમની માનસિક દશાથી એટલા સાનુકૂળ નહોતા, છતાં તેમાંય તેમને અદ્ભુત શાંતિ વર્તતી હતી તે, તેમના આત્મચારિત્રના વિકાસનું એક નવું સોપાન કહી શકાય.
“માનસિક વૃત્તિ કરતાં ઘણા જ પ્રતિકૂળ માર્ગમાં હાલ પ્રવાસ કરવો પડે છે. તપ્ત હ્રદયથી અને શાંત આત્માથી સહન કરવામાં હર્ષ માનું છું.” (કારતક સુદ ૧૪, ૧૯૫૫. આંક ૮૫૧)
કોઈ પણ પ્રકારનો ઉદય વેદતી વખતે તેમનો આત્મા શાંત રહે તે જ તેમના માટે આનંદનો અને ઇષ્ટ વિષય છે, તે અહીં સમજાય છે. આત્મા જો શાંત-સમપરિણામી ૨હે તો આશ્રવ ઘટી સંવર નિર્જરા વધે છે. અને આમ થવાથી કર્મભાર તૂટતાં કેવળજ્ઞાન નજીક આવતું જાય છે.
આવી અસંગતાની અને નિસ્પૃહતાની વર્ધમાનતાવાળું તેમનું જીવન સં. ૧૯૫૬માં પણ ચાલુ હતું. આ વર્ષમાં પણ ભાગ્યે જ ચાલીસેક જેટલા પત્રો જોવા મળે છે. તે બધા પત્રોમાં તેમનું સ્થિતપ્રજ્ઞપણું તથા જ્ઞાનાવરણનો બળવાન ક્ષયોપશમ જોવા મળે છે. તેમણે ગત વર્ષમાં રિગ્રહ અને સંસારનાં કાર્યોથી નિવૃત્તિ સ્વીકારી હતી તેથી
૩૦૬