________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
તેમનો દિવસનો મુખ્ય સમય ગ્રંથાભ્યાસ, ચિંતન, મનન અને સત્સંગમાં જ પસાર થતો હતો. પરિણામે તેમનો જ્ઞાનાવરણનો ક્ષયોપશમ એટલો વધ્યો હતો કે તેમણે આ વર્ષમાં લખ્યું હતું કે, –
“એક શ્લોક વાંચતાં અમને હજારો શાસ્ત્રોનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળ છે.” (આંક ૯૧૭, વૈશાખ સુદ ૬, ૧૯૫૬).
મુનિશ્રી લલ્લુજી મહારાજને લખેલું આ વચન વિચારીએ ત્યારે આપણને તેમના જ્ઞાનાવરણના બળવાન ક્ષયોપશમનો ખ્યાલ આવે છે. જ્યારે જીવનું શ્રુતકેવળીપણું વિકાસ પામે ત્યારે જ આવી સ્થિતિ સર્જાય છે. આ પરથી આપણે જરૂર અનુમાન કરી શકીએ કે સં.૧૯૫૬ના વૈશાખ માસ પહેલાં તેઓ શ્રુતકેવળીપણામાં આગળ નીકળી ગયા હતા. આ દશા કેવળ લગભગ ભૂમિકાની ગણી શકાય. જેનું અન્ય સ્વરૂપ તે શ્રુતકેવળીની દશા.આનો નિર્દેશ તેમણે સ્વાત્મવૃતાંત કાવ્યમાં આ રીતે કર્યો છે, -
આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે અપ્રમત્ત યોગ રે, કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહવિયોગ રે.” ધન્ય “અપૂર્વ શાંતિ અને સમાધિ અચળપણે વર્તે છે. કુંભક, રેચક પાંચે વાયુ સર્વોત્તમ ગતિને આરોગ્યબળ સહિત આપે છે.” (જેઠ વદ અમાસ, ૧૯૫૬. આંક ૯૩૩)
આ વચનો તેમનાં અગાધ જ્ઞાન અને અપૂર્વ શાંતિનો ખ્યાલ આપણને આપે છે. આવી ઉત્તમ દશા સાથે સર્વસંગપરિત્યાગ કરી, પોતાનાં અલૌકિક જ્ઞાનનો અને અપૂર્વ શાંતિનો લાભ લોકોને આપી શકે તે પહેલાં જ નવું વિઘ્ન ઊભું થયું. આ વર્ષમાં તેમની તંદુરસ્તી નબળી થવાથી ત્યાગ લઈ શકાય એવી સંભાવના ક્ષીણ થઈ ગઈ.
“શરીરપ્રકૃતિ અમુક દિવસ સ્વસ્થ રહે છે, અને અમુક દિવસ અસ્વસ્થ રહે છે. યોગ્ય સ્વસ્થતા પ્રત્યે હજુ ગમન કરતી નથી, તથાપિ અવિક્ષેપતા કર્તવ્ય છે. શરીરપ્રકૃતિના અનુકૂળ પ્રતિકૂળપણાને આધીન ઉપયોગ અકર્તવ્ય છે.” (જેઠ વદ અમાસ, ૧૯૫૬. આંક ૯૩૫).
૩૦૭