________________
કેવળી પ્રભુનો સાથ
સામાન્ય વ્યવહારમાં કંઈક કરવા માટે આદેશ આપવો અથવા કંઈક કરાવવા માટે ઇચ્છા વ્યક્ત કરવી તેને ‘આજ્ઞા’ આપી એમ કહેવાય છે. અને કંઈક કરવા માટે જરૂરી મંજુરી માંગવી તેને ‘આજ્ઞા’ લીધી એમ કહેવાય છે. આજ્ઞા આપવા માટે કે લેવા માટે ઓછામાં ઓછી બે વ્યક્તિની જરૂર પડે છે; એક વ્યક્તિ આજ્ઞા આપે છે અને બીજી વ્યક્તિ આજ્ઞા ઊઠાવે છે. જે વ્યક્તિ સમર્થ છે, જાણકાર છે, પ્રભાવશાળી છે તે વ્યક્તિ આજ્ઞા આપે છે, અને જે વ્યક્તિને સમર્થતા મેળવવી છે, બીજાની જાણકારીનો લાભ પામવો છે, તે પહેલી વ્યક્તિમાં શ્રદ્ધા કેળવે છે કે એનું કહ્યું કરવાથી, એનું માર્ગદર્શન લઈ આચારણ કરવાથી મારી ઇચ્છા પૂરી થવાની છે. તેની પાસેથી મારી ઇચ્છાનુસાર સત્ત્વની જાણકારી મળશે અને મારી આવડત વધશે. આ પ્રમાણે શ્રદ્ધાન કેળવી તે પહેલી વ્યક્તિની આજ્ઞા ઇચ્છા અનુસાર વર્તવા તૈયાર થાય છે. આમ જેને કંઈક મેળવવાની ઝંખના છે; તે તેના નિષ્ણાત કે તજજ્ઞની આજ્ઞાએ વર્તી ઈચ્છિત પ્રાપ્ત કરી શકે છે, એમ કહી શકાય.
—
આ પ્રક્રિયા પરમાર્થમાં પણ બરાબર ઉપયોગી થાય છે. જેમને સંસારનાં જન્મમરણના ફેરામાંથી આત્માને છોડાવવાની ભાવના થાય છે, તે તેના નિષ્ણાત અર્થાત્ કર્મમુક્ત એવા સર્વજ્ઞ ભગવાન અથવા તે દશાની લગભગ નજીક પહોંચેલા એવા શ્રી સત્પુરુષનાં માર્ગદર્શન પ્રમાણે શ્રદ્ધાન કેળવી આચરણ કરતા જાય છે. તેમાં તેઓ પોતાની શુદ્ધિ વધારતાં વધારતાં છેવટમાં પૂર્ણ સિદ્ધિને વરે છે. તેમને માટે આપણે કહી શકીએ કે તેઓ ‘આજ્ઞા’ પાળતાં પાળતાં સિદ્ધિને પામ્યા છે. જે જીવો આ રીતે માર્ગદર્શન મેળવ્યા વિના, પોતાની ઇચ્છા કે વૃત્તિ અનુસાર વર્તન કરે છે તેઓ સ્વચ્છંદે વર્તે છે એમ આપણે કહેવું જોઈએ. કોઈ પણ કાર્ય કરવા માટે જીવને જ્યારે યથાર્થ જાણકારી આવે છે ત્યારે તેને તે કાર્ય કરવું ઘણું સહેલું થઈ જાય છે. આથી ૫રમાર્થમાં સાચા જાણકાર પાસેથી જાણપણું ગ્રહણ કરી, તેમની ઇચ્છાનુસાર વર્તન કરવાથી જીવ મોક્ષ મેળવવા માટેનો ટૂંકો છતાં ધોરી માર્ગ મેળવી શકે છે.
શ્રી હરિભદ્રસૂરિનું ઉપદેશપદ છે કે, “આણાએ ધમ્મો, આણાએ તવો.” આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ. એટલે કે શ્રી સદ્ગુરુની આજ્ઞાનું
૩૨૨