________________
કેવળી પ્રભુનો સાથ
પ્રભુનાં માતા સ્વપ્નદર્શન પૂર્ણ કરે છે ત્યારે શક્રંદ્ર પ્રભુની સ્તુતિ કરે છે, અને અન્ય દેવો સમક્ષ પ્રભુનો મહિમા વર્ણવી, સહુને પ્રભુ સન્મુખ કરવા તેમનું ગર્ભકલ્યાણક ઉજવે છે.
પ્રભુ ગર્ભમાં આવે ત્યારથી તે ધરતી પર સુકાળ વર્તે છે, ધન, ધાન્ય, માપસર વર્ષા, અને અન્ય સમૃદ્ધિથી તે ક્ષેત્ર ભરપૂર બને છે, ચોમેર સુખ અને શાંતિનું સામ્રાજ્ય વધતું જાય છે. દુઃખ તથા દુર્ભિક્ષ પ્રભુના પુણ્યપ્રભાવથી અલ્પ ને અલ્પ થતાં જાય છે. પ્રભુને ગર્ભકાળમાં અમુર્છિત સ્થિતિ હોવાને લીધે તેમનાં અશાતા વેદનીય કર્મની અતિ બળવાન નિર્જરા થાય છે, તેમનો કલ્યાણભાવ પ્રબળતાથી વધતો જાય છે અને તેનો પ્રભાવ બાહ્ય સંસારી ક્ષેત્રમાં પણ પ્રવર્તતો અનુભવવામાં આવે છે.
ગર્ભકાળ પૂરો થતાં પ્રભુનો જીવ મનુષ્ય જન્મ ધારણ કરે છે. એ સમયે એમનો ઉપયોગ એવો કલ્યાણમય હોય છે કે માતા સહિત કોઈને પણ તેમના જન્મ સમયે
દુઃખનો અનુભવ થતો નથી. આ સમય જગતના જીવો પર બળવાન ઉપકાર કરે છે. જગતનાં તમામે તમામ જીવો ફરીથી પરસ્પર નિર્વેરી થઈ એક સમય માટે શાતાનું વેદન કરે છે. તેની સાથે નિત્યનિગોદના જીવોમાંથી જેઓ શુભ ઋણાનુબંધી થયા છે - જેમનાં ત્રણ પ્રદેશો નિરાવરણ થયા છે, તેમનાં ચોથા પ્રદેશનું નિરાવરણપણું પ્રગટ થાય છે, અર્થાત્ તેમને ચોથો રુચક પ્રદેશ મળે છે જે પ્રદેશ પરનાં કર્મપરમાણુઓ આસપાસના પ્રદેશો પર વેરાઈ જાય છે. અને જે નવો પ્રદેશ ખૂલે છે તેના આધારે તે જીવોના ભાવિનું નિશ્ચિતપણું થતું જાય છે.
પ્રભુના ભવ્ય પુરુષાર્થની ગૌરવગાથા જગતના જીવોને જણાવવા માટે દેવો તેમનો જન્મોત્સવ ઉજવે છે. છપ્પન દિક્કુમારિકાઓ પ્રભુનું સૂતિકાકર્મ કરે છે. માતાને અવસ્વાપિની વિદ્યાથી નિદ્રા પમાડી સૌધર્મ દેવલોકના ઇંદ્ર શકેંદ્ર પ્રભુને શાશ્વતા મેરુપર્વત પર લઈ જઈ પોતાના ખોળામાં રાખે છે. અને ચોંસઠ ઇન્દ્રો તથા દેવો મળીને કુલ ૧૦૮ અમૃતના ઘડાથી પ્રભુને સ્નાન કરાવે છે. ઇન્દ્ર પોતાના હજા૨ રૂપ વિપુર્વી પ્રભુની સ્તુતિ ઉત્તમતાએ કરે છે. ઉત્સવ પૂરો થતાં ઇન્દ્ર પ્રભુને માતાની ગોદમાં મૂકી, અવસ્વાપિની વિદ્યા હરી લે છે. તે વખતથી સમિકતી દેવો માતા તથા બાળકની
૫૮