________________
શ્રી અરિહંતનો મહિમા
સેવા કરવા સતત હાજર રહે છે. તેઓ બંનેની શાતા તથા સુખાકારી જાળવવા દેવો સતત પ્રયત્નવાન રહે છે. અને તે કાર્ય કરવામાં પોતાની ધન્યતા અનુભવે છે. આવા અતિ શુભ કર્મના ઉદયો પ્રભુનો જીવ નિસ્પૃહભાવથી ભોગવી નિર્જરાવતો જાય છે. ચોતરફના સુમેળ, સુખ અને શાંતિના વાતાવરણમાં પ્રભુનો ઉછેર થાય છે.
પ્રભુને ગર્ભકાળથી મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન પ્રવર્તતાં હોય છે. અને જન્મ થતાં દિનપ્રતિદિન તેમાં વૃદ્ધિ થતી જાય છે, અને કર્મો ક્ષીણ થતાં જાય છે. આ ત્રણ જ્ઞાનની સરખામણીમાં તેમને મન:પર્યવજ્ઞાન અલ્પતાએ ખીલ્યું હોય છે. આ સંસારકાળ દરમ્યાન તેમનો પુરુષાર્થ કર્મની ત્વરિત ગતિથી સતત નિર્જરા કરવાનો જ રહે છે.
આમ કરતાં કરતાં જ્યારે પ્રભુને દીક્ષા લેવાનો સમય નજીક આવે છે, ત્યારે એક વર્ષ પહેલાં પ્રભુને વૈભવનો ત્યાગ કરી દીક્ષા લેવાનો નિર્ણય થાય છે. સર્વસંગ પરિત્યાગ કરી, આત્મશુદ્ધિની પૂર્ણતા માટે ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરવાના ભાવ પ્રબળ બને છે. પરિણામે તેમનો જીવ ઉપરા ઉપર ત્રણ વખત શુક્લધ્યાનનો સ્પર્શ કરે છે. સાતમા ઉત્કૃષ્ટ ગુણસ્થાને વર્તતા જીવ માટે આવો ત્રણ વખતનો શુક્લધ્યાનનો સ્પર્શ એ ખૂબ જ નવાઈભરી અને આશ્ચર્યકારક હકીકત બને છે. પ્રભુના આવા ભવ્ય પુરુષાર્થથી ખૂબ જ પ્રભાવિત થઈ દેવલોકના દેવો પ્રભુને વાંદવા આવે છે. પ્રભુ દેવોને પોતાનો સંસારત્યાગ કરવાનો નિર્ણય જણાવી ધન્ય ધન્ય કરે છે. પ્રભુના આવા ઉત્તમ ભાવોની અનુમોદના કરી દેવો દેવલોકમાં જાય છે.
દેવલોકમાં ગયા પછી, જે જગ્યાએ દેવોએ પ્રભુને વાંદ્યા હોય છે તે જગ્યાએ તેઓ એક વિશાળ ચાંદીની પેટી મોકલે છે. તે પેટીમાં અનેક પ્રકારનાં કિંમતી રત્નો, આભુષણો, આભરણો આદિ રાખેલાં હોય છે. દેવોની વિનંતિથી પ્રભુ તેમાંથી યાચકોને દાન દેવાનું શરૂ કરે છે. આખા દિવસમાં દાન આપવાથી પેટી જેટલી ખાલી થઈ હોય તે રાતના દેવો દ્વારા ભરાઈ જાય છે. પ્રત્યેક યાચકને તેમની માગણી અનુસાર પ્રભુ રોજેરોજ દાન આપ્યા કરે છે. આમ એક વર્ષ સુધી ચાલે છે. આ દાન વ્યવહારમાં ‘વરસીદાન’ તરીકે ઓળખાય છે. આવાં દાનનાં કાર્ય દ્વારા પ્રભુ, પોતે પૂર્વે લીધેલાં વ્યવહારનાં ઋણને ચૂકવી અનેક શુભ કર્મોની બળવાન નિર્જરા કરે છે. સાથે સાથે સહુ
૫૯