________________
શ્રી અરિહંતનો મહિમા
સ્થાપના કરી, તે ધર્મની ઘણી પ્રભાવના પણ કરશે. આ રીતે ભાવિ તીર્થકરનો જીવ પોતાની વર્તમાનમાં ખીલેલી આત્મશક્તિનાં પ્રમાણમાં ઘણી વધારે જવાબદારી સ્વીકારતો હોય છે. આવા પરમભાવને કારણે અરિહંતના ભવમાં પાંચ કલ્યાણકની ઉજવણી માટેનું નિકાચીત કર્મ બંધાય છે. વળી, તે જીવને આવા પરમભાવને લીધે શ્રી સિદ્ધ પરમાત્માના કલ્યાણભાવના પરમાણુઓ સાથે અનુસંધાન રહેતું હોવાથી, તેઓ પોતે પોતાના ગુરુ બને છે, તેથી આત્મવિકાસ કરવા માટે કે શ્રેણિ માંડવા માટે તેમને બાહ્ય અવલંબનની જરૂર રહેતી નથી. તેમના આવા પરમ કલ્યાણભાવને કારણે તેમના થકી અને માત્ર તેમના જ થકી ચતુર્વિધ સંઘની સ્થાપના થાય છે, રુચક પ્રદેશો ખૂલે છે, જીવનો અંતવૃત્તિસ્પર્શ વગેરે કલ્યાણકાર્ય થાય છે. તીર્થંકર નામકર્મ બાંધ્યા પછી પ્રભુના જીવને ગર્ભમાં પણ મતિ, શ્રુત અને અવધિજ્ઞાન રહે છે. તેઓ ગર્ભમાં અન્ય જીવોની જેમ મુર્શિત થતા નથી, તેમને દીક્ષા લેતાં ચોથું મન:પર્યવ જ્ઞાન પ્રગટે છે, તેઓ નિયમથી ક્ષપક શ્રેણિ જ માંડે છે, કેવળજ્ઞાન લીધા પછી તાત્કાલિક મોક્ષમાં જતા નથી પણ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી લાંબાગાળા સુધી તીર્થ પ્રવર્તાવે છે. આ ઉપરાંત તેમના વિકાસમાં પ્રત્યેક ગુણસ્થાને વિકાસ માટે તેમને તીર્થકર કે ભાવિ તીર્થંકરનું નિમિત્ત મળતું હોવાથી તેઓને અન્ય જીવો કરતાં વિશેષ ઉઘાડ અને જાણકારી મળે છે તેથી તેઓ સદાય અગ્રસ્થાને રહે છે.
જે સમયે શ્રી પ્રભુનો જીવ તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે તે વખતે એક અલૌકિક પ્રસંગ બને છે. એમના અતિપ્રબળ શુભ કલ્યાણભાવનું નિમિત્ત પામી જગતનાં તમામે તમામ જીવો એક સમય માટે વેરવિસર્જન કરી એક સમયની શાતા વેદે છે. તે સાથે નિત્યનિગોદના સર્વ પ્રદેશે અવરાયેલા જીવોમાંથી અમુક જીવોનો પહેલો આત્મપ્રદેશ નિરાવરણ થાય છે. એટલે કે એ પ્રદેશ પરથી અશુધ્ધ કર્મો નીકળી બીજા પ્રદેશો પર છવાવાની શરૂઆત થાય છે, અને જ્યારે તેના સાત ચક પ્રદેશો સર્જાય છે ત્યારે ત્યાં સુધીમાં તે સાતે પ્રદેશો સંપૂર્ણ નિરાવરણ થઈ જાય છે. એનો અર્થ એ છે કે એ પ્રદેશો પરના સર્વ ઘાતી અઘાતી કર્મો આસપાસના પ્રદેશો પર વેરાઈ જઈ સિધ્ધ પ્રભુના શુધ્ધ પ્રદેશો જેવા પ્રબળ શુધ્ધ થઈ જાય છે. જેટલી
૩૩