________________
કેવળી પ્રભુનો સાથ
સંખ્યાના જીવોના પહેલા પ્રદેશથી શરૂ કરી સાત પ્રદેશ નિરાવરણ થાય છે, તેટલી સંખ્યાના જીવો આ પ્રભુથી નિર્વાણ પામે છે, અર્થાત્ પ્રભુનાં નિમિત્તથી આટલી સંખ્યાના જીવો સંસારનો પાર પામ્યા એમ કહેવાય છે. બીજી રીતે કહીએ તો જેટલી સંખ્યાના જીવોને આ તીર્થંકર પ્રભુથી નિર્વાણ પામવાનું શુભ ઋણાનુબંધ છે તેટલી સંખ્યાના જીવોનો પહેલો આત્મપ્રદેશ તીર્થકર નામકર્મ બાંધતા પ્રભુના નિમિત્તથી નિત્યનિગોદમાં નિરાવરણ થાય છે. આવી અભૂતપૂર્વ ક્રિયા શ્રી તીર્થંકર પ્રભુના આત્મા સિવાય અન્ય કોઈ પણ આત્માથી થઈ શકતી નથી. એટલે કે તીર્થંકર પ્રભુના આત્મા સિવાય અન્ય કોઈ જીવનો આત્મા નિત્યનિગોદમાં રહેલા જીવનો આત્મપ્રદેશ નિરાવરણ કરવા સમર્થ નથી. આવા અભૂતપૂર્વ કાર્યના ફળરૂપે અંતિમ ભવમાં શ્રી તીર્થંકર પ્રભુનાં પાંચ કલ્યાણકો – ગર્ભ, જન્મ, દીક્ષા, જ્ઞાન તથા નિર્વાણ – દેવો ઉજવે છે.
કદાચિત આપણને સવાલ ઊઠે કે નિત્યનિગોદના ક્યા જીવોનો પહેલો આત્મપ્રદેશ ખૂલતો હશે? આ પ્રદેશ ખુલવા માટેનું તે જીવોનું તીર્થંકર પ્રભુ સાથેનું ઋણાનુબંધ કેવી રીતે અસ્તિત્વમાં આવતું હશે! જ્યારે શ્રી કેવળીપ્રભુ ચોદમાં ગુણસ્થાને જતાં પહેલાં ચારે અઘાતી કર્મોને સમાન સ્થિતિમાં કરવા માટે કેવળી સમુદ્યાત કરે છે, ત્યારે તેમના સર્વ આત્મપ્રદેશો આખા લોકમાં ફરી વળે છે. એ વખતે એમના આત્મપ્રદેશો ઠેઠ નિત્યનિગોદ સુધી પણ ફેલાય છે. આ રીતે ફેલાયેલા શુદ્ધ પ્રદેશો પોતાની પવિત્રતાને કારણે નિત્ય નિગોદમાં રહેલા જીવોનો કાર્યભાર અતિ અતિ અલ્પાંશે મંદ કરવામાં નિમિત્તરૂપ થાય છે. અર્થાત્ આ પવિત્ર આત્મપ્રદેશોનું નિમિત્ત પામી અમુક જીવો અતિ અતિ સૂક્ષ્મતાએ શુભભાવ ગ્રહણ કરી શકે છે. આ રીતે થયેલી કર્મભારની હળવાશને કારણે તે જીવો નિત્યનિગોદની સપાટી પર આવે છે. સમુદ્યાત કરતા અનેક આત્માનું વારંવાર શુભ નિમિત્ત પામી આ જીવો નિત્યનિગોદની સપાટી પર તરતા રહે છે. આ રીતે અન્ય જીવોની સરખામણીમાં હળવા થયેલા જીવો નિગોદની સપાટી પર તરતા હોય છે ત્યારે શ્રી પ્રભુનાં બંધાતા નામકર્મથી ફેલાતા કલ્યાણભાવનો તેમને આશ્રય તથા સ્પર્શ મળે છે, અને તેના આધારે તેઓ પોતાનો
૩૪