________________
શ્રી અરિહંતનો મહિમા
પહેલો પ્રદેશ નિરાવરણ કરવા ભાગ્યશાળી થાય છે. તે પછીથી પણ જ્યારે જ્યારે શ્રી કેવળીપ્રભુ સમુદ્ધાત કરે છે ત્યારે ત્યારે તેમના શુધ્ધ પ્રદેશોનો સ્પર્શ પામી, તેમના સધિયારાથી એ જીવો પોતાનો કર્મભાર પૂર્વ કરતાં મંદ કરે છે, અને બાકીના ચક પ્રદેશો મેળવવાની પાત્રતા તૈયાર કરતા જાય છે.
તીર્થંકર નામકર્મ બંધાયા પછી તે જીવને જગતના જીવો માટેનો કલ્યાણભાવ સતત વર્તતો રહે છે. તીર્થકર નામકર્મ બંધાયા પછી ધુવબંધી થતું હોવાથી, પ્રત્યેક સમયે તે નામકર્મને ગાઢ કરનારા પરમાણુઓ તેમનાથી ચહાતા જ રહે છે. તેમને આ પ્રક્રિયા કેવળજ્ઞાન થાય ત્યાં સુધી સતત ચાલતી રહે છે. આથી જે તીર્થંકર પ્રભુનાં નામકર્મનાં બંધન અને કેવળજ્ઞાન વચ્ચેનો ગાળો વધારે હોય તેમનું નામકર્મ વધારે જોરદાર થઈ શકે છે. અને જેમનાં નામકર્મ તથા કેવળજ્ઞાન વચ્ચેનું અંતર ઓછું હોય તેમનું નામકર્મ પ્રમાણમાં અલ્પ કાળનું થાય છે. તે સાથે ભાવિ તીર્થંકર પ્રભુની ભાવની તીવ્રતા એટલી જ કામયાબ થાય છે. જેમની કલ્યાણભાવના સતત બળવાન રહે છે તેમનું નામકર્મ દીર્ઘકાળનું થાય છે અને જેમની કલ્યાણભાવના થોડી મંદતાએ પ્રવર્તે છે તેમનું નામકર્મ એનાથી ટૂંકાકાળ માટેનું રહે છે. - ઉદાહરણથી વિચારતાં આની સ્પષ્ટતા થશે. શ્રી આદિનાથ પ્રભુએ પૂર્વના મનુષ્ય જન્મમાં પોતાનું તીર્થકર નામકર્મ નિકાચીત કર્યું હતું. આ રીતે નામકર્મ નિકાચ્યા પછીના આયુષ્યકાળમાં એ નામકર્મને ગાઢ કરનારાં પરમાણુઓ તેમનાથી સતત ગ્રહાયા કરતાં હતાં. તે પછીના તેમના સર્વાર્થસિદ્ધ વિમાનના તેંત્રીસ સાગરોપમના આયુષ્ય દરમ્યાન પણ એ પ્રકારનાં પરમાણુઓ ઉમેરાયા જતાં હતાં. તે પછીના તેમના ઋષભદેવ પ્રભુ તરીકેના ૮૪ લાખ પૂર્વના આયુષ્યમાંથી ૮૩ લાખ પૂર્વ સુધી, કેવળજ્ઞાન પ્રગટયું ત્યાં સુધી એ જાતના પરમાણુઓ તેમના આત્મપ્રદેશ પર જમા થતા રહ્યા હતા. આટલા લાંબા ગાળા માટે તેમના આત્માએ સતત કલ્યાણભાવ વેદી એ નામકર્મને એટલું બધું બળવાન કર્યું હતું કે તેમના નિર્વાણને લગભગ એક ક્રોડાકોડી સાગરોપમ કાળ વીતી ચૂક્યો હોવા છતાં, તેમણે ફેલાવેલા કલ્યાણભાવનો આશ્રય કરી આજે પણ તેનો લાભ સહુ જીવો લઈ શકે છે. અને તેમના કલ્યાણભાવની
૩૫