________________
કેવળી પ્રભુનો સાથ
સહાયથી આપણી શુભેચ્છાઓ ફળીભૂત થતી આપણે અનુભવીએ છીએ. આ તેમનાં બળવાન નામકર્મનો મહિમા છે.
આ જ રીતે શ્રી મહાવીર ભગવાને પૂર્વના મનુષ્ય જન્મમાં તીર્થકર નામકર્મ નિકાચીત કર્યું. તે આયુષ્યના શેષ ભાગમાં એ કર્મ ગાઢ થતું ગયું. તે પછીના તેમના દશમા પ્રાણત દેવલોકના વીશ સાગરોપમના આયુષ્ય કાળમાં પણ તે કર્મની પ્રગાઢતા થતી ગઈ. દેવલોકમાંથી ચ્યવન પામ્યા પછી વર્ધમાનસ્વામી તરીકેના ૭૨ વર્ષના આયુષ્યમાંથી તેમને કેવળજ્ઞાન થયું ત્યાં સુધીના ૪રા વર્ષ સુધી આ કર્મ વૃદ્ધિ પામતું રહ્યું. શ્રી આદિનાથ પ્રભુની સરખામણીમાં આ કાળ ઘણો નાનો ગણી શકાય. શ્રી આદિનાથ પ્રભુના ૮૩ લાખ પૂર્વની સામે મહાવીર પ્રભુના માત્ર ૪રા વર્ષનો ગાળો ઘણો ટૂંકો છે, વળી તીર્થંકર પ્રભુને ચરમ – અંતિમ જન્મમાં આત્માની સમર્થતા ઘણા મોટા પાયા પર પ્રગટતી હોવાને કારણે તેમના ભાવની ઉત્કૃષ્ટતા અને ઉત્તમતા ઘણાં વિશેષ પ્રમાણમાં હોય તે સાવ સ્વાભાવિક છે. આ રીતે આ કાળનું મહત્ત્વ ઘણું રહે છે. આ બંને પ્રભુએ કરેલા કલ્યાણભાવનું ફળ એ જોવા મળે છે કે તેઓ બંને આ પાંચમા આરાના અંત સુધી પૂજાવાના છે, તે પછી ધર્મવિચ્છેદ જવાનો હોવાથી તેમનાં નામની પૂજાનો અંત આવશે. આ કાળનો વિચાર કરીએ તો શ્રી આદિનાથ પ્રભુનો પૂજાકાળ લગભગ એક ક્રોડાક્રોડી સાગરોપમથી વધારે છે ત્યારે શ્રી મહાવીર પ્રભુનો પૂજાકાળ લગભગ એકવીશ હજાર વર્ષ જેટલો જ છે. આમ બંનેના કલ્યાણભાવની ગુણવત્તા સમાન હોવા છતાં કાળની અપેક્ષાએ બંને વચ્ચે ઘણો ભેદ રહેલો છે. આ પરથી આપણને સમજાય છે કે કલ્યાણભાવનું ઘૂંટણ જેટલા કાળ માટે અને જેટલી ઉત્કૃષ્ટતાથી થયું હોય છે તેના અનુસંધાનમાં પ્રભુનો કલ્યાણ કરવાનો કાળ નિશ્ચિત થાય છે, અને તેમના યશનામકર્મની અવધિ નક્કી થાય છે. આ ઉપરાંત, બીજી વાત એ સમજાય છે કે તેમનો જીવ જેટલો વહેલો અન્ય જીવો સાથેનો અશુભભાવ ત્યાગી શુભભાવ વધારતો જાય છે તેટલી મોટી સંખ્યાના જીવો તેમના થકી છૂટે છે. જેટલા વધારે જીવો સાથે શુભ ઋણાનુબંધ બંધાય તેટલા વધારે જીવો તેમના થકી મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરી સંસારથી મુક્ત થઈ જાય છે.