________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
આત્મઆરાધાન તો ખૂબ દૂરની વાતો થઈ જાય છે. આ કારણથી માયાકષાયનું વર્ણન કરતાં શ્રી શુભચંદ્રાચાર્યે “જ્ઞાનાર્ણવ”માં (સર્ગ ૧૯) લખ્યું છે કે, -
બુદ્ધિમાન પુરુષો કહે છે કે માયા એ અવિદ્યાની જન્મભૂમિ, અપયશનું ઘર, પાપરૂપી કીચડની ભારે મોટી ખીણ, મુક્તિદ્વારની અર્ગલા(આગળિયો), નરકરૂપી ઘરનું દ્વાર અને શીલરૂપી શાલવૃક્ષોના વનને બાળનાર અગ્નિ છે એમ જાણો.”
આ માયાકષાયના અભાવનું નામ આર્જવ છે. આર્જવ અને માયાને સામાન્યપણે મન, વચન તથા કાયાનાં માધ્યમ દ્વારા સમજવામાં તથા સમજાવવામાં આવે છે. એ ત્રણેની એકતારૂપ આર્જવધર્મ છે, અને એ ત્રણ વચ્ચેનો વિરોધ એ માયાકષાય છે. મન, વચન, કાયાનાં પ્રવર્તનમાં જ્યારે જુદાપણું હોય છે ત્યારે તેને માયા, વક્રતા, કુટિલતા આદિ નામોથી ઓળખવામાં આવે છે, આ થઈ ચૂળતાની વાત, સૂક્ષ્મતા બીજા વિચારો પ્રત્યે આપણને દોરે છે.
સૂક્ષ્મતાએ વિચારીએ તો સિદ્ધપ્રભુ મન, વચન તથા કાયાથી પર છે, તેથી શું તેમનામાં આર્જવધર્મ નથી? વાસ્તવિક્તામાં આત્મા એ ધર્મયુક્ત છે. વળી અસંજ્ઞી જીવોને મન નથી, એકેંદ્રિયને મન અને વચન નથી. તેથી તેમને ધૂળ મન, વચન, કાયાની વિરુપતા સંભવતી નથી. તો શું તેઓ માયાચાર રહિત છે? અથવા આર્જવધર્મ યુક્ત છે? પ્રભુના જણાવ્યા પ્રમાણે તો આ જીવો વિશેષ માયાભાવ સહિત છે, જેને કારણે તેમને મન અને વચનનો અભાવ ભોગવવો પડે છે. એ જ પ્રમાણે કોઈ જીવ મનમાં ખોટાભાવ કરે, વાણીથી ખોટાં વચન કહે અને કાયાથી ખોટાં કાર્યો કરે – એ દ્વારા મન, વચન તથા કાયાની એકતા કરે તો શું તેઓ આર્જવધર્મી બની જાય? હરગીઝ નહિ. વિકૃત મન અને વાણી સાથેનું વર્તન કોઈ પણ પ્રકારે આર્જવગુણ પ્રકાશી શકે નહિ.
આર્જવધર્મ અને માયાકષાય એ બંને જીવના ભાવ છે, અને મન, વચન તથા કાયા પુદ્ગલની અવસ્થાઓ છે. જીવ અને પુદ્ગલ બંનેનાં લક્ષણો તથા પરિણતિ
૧૩૭