________________
કેવળી પ્રભુનો સાથ
હતા. અર્ધરાત્રિએ ઊઠીને જંગલમાં જઈને તેઓ ધ્યાનમાં બેસતા, ખોરાકમાં પણ તેઓ ઘણી સાદાઈ રાખતા હતા. અમુક વખતે તેઓ માત્ર બાફેલાં શાકભાજી જ લેતા, તો અમુક સમયે માત્ર બે રૂપિયાભાર લોટની રોટલી અને થોડું દૂધ એટલું જ આખા દિવસના ખોરાક તરીકે ઉપયોગમાં લેતા હતા. બીજી વખત દૂધ કે બીજું કંઈ લેતા નહિ. કેટલીક વાર માત્ર ઘી તથા દૂધમાં બનાવેલી રસોઈનો દિવસમાં એક જ વખત વપરાશ કરતા. વસ્ત્રો પણ તેઓ ઘણા ઓછા વાપરતા. આમ દ્રવ્યથી ખૂબ સંયમી રહેવાના દેઢ પ્રયાસો આ વર્ષમાં તેમણે આદર્યા હતા.
દિવસનો ઘણોખરો ભાગ તેઓ ગ્રંથવાંચનમાં તથા મનન કરવામાં પસાર કરતા હતા, દિવસનો કેટલોક સમય તેઓ શ્રી સૌભાગભાઈ, અંબાલાલભાઈ, લલ્લુજી મહારાજ વગેરે મુનિઓ તથા અન્ય મુમુક્ષુઓ સાથે સત્સંગમાં રહેતા હતા. તે સમયે તેઓ સર્વને કૃપાળુદેવ તરફથી અપૂર્વ બોધ મળતો હતો, તેવા ઉલ્લેખો આપણને મળે છે. એક વખતે તેઓ આ વર્ષમાં એકાંતમાં બેસી કંઈક મોટેથી બોલતા હતા; તેઓ શું બોલે છે તે જાણવાની જિજ્ઞાસા શ્રી દેવકરણજી મુનિને થઈ, કારણ કે તે વખતની કૃપાળુદેવની મુદ્રા તેમને પરમ શાંતિવાળી અને કષાયરહિત જણાતી હતી, તે સાથે તેમનાં મુખ પર કોઈ અલૌકિક પ્રસન્નતા છવાયેલી દેખાતી હતી. નજીકમાં જઈ મુનિએ સાંભળવા પ્રયત્ન કર્યો તો તેમના સાંભળવામાં આવ્યું કે કૃપાળુદેવ પોતે પોતાને સંબોધીને કહી રહ્યા હતા કે, -
“અડતાલીસની સાલમાં રાળજ બિરાજ્યા હતા તે મહાત્મા શાંત અને શીતળ હતા. હાલ સાલમાં (સં.૧૯પરમાં) વસો ક્ષેત્રે વર્તતા મહાત્મા પરમ અદ્ભુત યોગીંદ્ર પરમ સમાધિમાં રહેતા હતા, અને આ વનક્ષેત્રે વર્તતા પરમાત્મા પણ અભુત યોગીંદ્ર પરમ શાંત બિરાજે છે.” (શ્રી. રાજચંદ્ર જીવનકળા પૃ. ૨૩૧).
આ વચનો શ્રી દેવકરણ મુનિએ પ્રભુશ્રીને ઉલ્લાસપૂર્વક લખ્યાં હતાં, અને તે પછી શ્રીમદ્ તરફથી થયેલા બોધથી પોતાને પ્રગટેલો ઉલ્લાસ પણ તેમણે તેમાં વર્ણવ્યો
૨૯૨