________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
મંગલપણાનું જ્વલંત અસ્તિત્વ આપણને જોવા મળે છે. અને ત્યાં તેમનાં જીવનનો ત્રીજો તબક્કો પૂરો થાય છે.
ચોથો તબક્કો : સં.૧૯૫ર થી સં.૧૯૫૭ – કેવળ લગભગ ભૂમિકા વિ. સં. ૧૯૪૮ થી ૧૯૫૧ સુધીના ગાળામાં કૃપાળુદેવે ઉપાધિનો તથા પ્રવૃત્તિનો પ્રબળ ઉદય વેદ્યો હતો; આવા વિપરીત ઉદયકાળમાં આત્માર્થ ચૂકી ન જવાય તે માટે તેમણે સતત કાળજી રાખી હતી. તે સમય દરમ્યાન તેમણે જ્ઞાની મહાત્માઓનાં ચરિત્રોનું અવલોકન કરી, તેમણે ચિંધેલા માર્ગે ચાલવાની અર્થાત્ તેમની આજ્ઞામાં જ રહીને પ્રવૃત્તિ કરવાની સતત ટેવ પાડી હતી. આ આજ્ઞારૂપી સુદર્શન ચક્ર તેમના આત્માને આશ્રવથી બચાવી, સંવર તથા નિર્જરાની નિશ્રામાં મૂકતું હતું. તેમનાં લક્ષ તથા સ્મરણ હતાં ‘આણાએ ધમ્મો, આણાએ તવો.', તેનાં ફળરૂપે તેમને ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ તથા શૌચ ગુણોની વર્ધમાનતા થતી ગઈ. અને આત્મારૂપી સરોવરમાં, ભક્તિરૂપી કમળને ખીલવી, ચારિત્રરૂપ કોમળ સુગંધ ફેલાવતાં ફેલાવતાં, આજ્ઞારૂપી લહેરથી કમળને પલ્લવિત કરી, ધ્યાનરૂપી તપનાં આરાધનથી, તેમણે ઘાતકર્મોને ઘણા મોટા પ્રમાણમાં બાળી નાખ્યાં હતાં.
વિ. સં. ૧૯૫રથી પ્રવૃત્તિનો બળવાન ઉદય નબળો પડયો હતો. તેમને માનસિક દબાણમાં પણ ઘણી રાહત થઈ હતી, અને આ વર્ષનો મોટોભાગ તેઓ આત્માનું આરાધન કરવા માટે મુંબઈની બહાર ગુજરાતમાં નિવૃત્તિક્ષેત્રોમાં રહ્યા હતા. તે દ્વારા પ્રવૃત્તિથી લાગેલી પછડાટને વિશ્રાંતિ આપવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો. તેઓ રાળજ, કાવિઠા, વસો વગેરે સ્થળોમાં રહી ત્યાગી જેવું જીવન જીવતા હતા; તે સ્થિતિમાં અનેક મુમુક્ષુઓ સાક્ષી હતા. આ મુમુક્ષુઓએ પોતાને થયેલો તેમનો ત્યાગી તરીકેનો પરિચય અર્ધશતાબ્દિ સ્મારક ગ્રંથ” તથા “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળામાં વર્ણવ્યો છે. આંતરિક અસંગતા સાથે સુસંગત થાય તેવા બાહ્ય અસંગતા પ્રાપ્ત કરવાના પ્રયત્નો તેમણે ચાલુ કરી દીધા હતા. સૂવા માટે તેઓ ગાદલું રાખતા નહિ; ડાંસ, મચ્છર, માખી આદિના ઉપદ્રવો શાંતિથી સહન કરતા હતા, અને બીજા અનેક કુદરતી પરિષદો પણ સહેતા
૨૯૧