________________
કેવળી પ્રભુનો સાથ
ભાવના રમ્યા કરતી હતી. અને તે સર્વ ભાવ તથા પ્રવૃત્તિ તેઓ આજ્ઞાધીનપણે, પ્રભુની આજ્ઞામાં રહીને કરતા હતા, જેથી કર્મક્ષયની પ્રવૃત્તિ ખૂબ જોરદાર થતી જતી હતી. આ રીતનો પ્રભુની આજ્ઞારૂપી ચક્રનો ઉપયોગ તેમણે સં. ૧૯૫૦માં વધારે વિશદતાથી અને ઉગ્રતાથી કરવા માંડ્યો હતો. તેમનો અપ્રમાદ વિશેષ ફૂટ થયો અને ઘટ્ટ થઈ બળવાન બન્યો. તેમની ચિત્તસ્થિરતાનું પ્રમાણ એટલું વિશેષ વધ્યું હતું કે સંસારનાં વ્યવહારિક કાર્યો કરવાં તેમને માટે ખૂબ કઠણ બની ગયાં હતાં. થોડા કાળમાં થઈ શકે તેવાં કાર્યો કરતાં પણ ઘણો સમય વીતી જાય એવું બનવા લાગ્યું હતું, વિવાહાદિ લૌકિક પ્રસંગોમાં ભાગ લેવાનો ત્યાગ કરતા જતા હતા. તેમ છતાં જો ઉદયગત કાર્ય કરવું પડે તો તે પૂરા સમભાવથી, અકળાયા વિના, શાંત પરિણામથી કરતા હતા કે જેથી આશ્રવ તૂટતો જાય અને નિર્જરા વધતી જાય. તેઓ પોતાની સમાધિમય દશા જાળવવા સતત પુરુષાથી રહેતા હતા. આ પુરુષાર્થ અને તેનાથી ખીલતા ગુણોની સિદ્ધિ આપણને તેમની અંતરંગ દશાની સમજ આપે છે. મેળવેલી ઉચ્ચ આત્મદશાના કારણથી જે ઉદાસીનતા અને વીતરાગતા તેમનામાં ખીલ્યાં હતાં, તેનાં પ્રભાવથી તેમણે સં. ૧૯૫૧માં વેપારાદિ નો ત્યાગ કરી નિવૃત્ત થવાનું નક્કી કર્યું હતું, પરંતુ ભાગીદારોના આગ્રહ તથા દબાણને વશ થઈ તેમણે પેઢીના સલાહકાર તરીકે ચાલુ રહેવા કબૂલ્યું હતું. આ વર્ષમાં તેઓ માત્ર ઉદયાધીન પ્રવૃત્તિ કરવા જ પ્રેરાતા હતા, ઇચ્છાધીન પ્રવૃત્તિ આત્માર્થ સિવાય નહિવત્ થઈ ગઈ હતી; અર્થાત્ તેઓ શ્રી જ્ઞાનીપુરુષોએ દર્શાવેલા આજ્ઞામાર્ગે જ સતત ચાલવા, વર્તતી વ્યવહારિક ભીડમાં પણ ઉત્તમ પ્રકારે પ્રયત્નવાન રહ્યા હતા. જે રીતે રાગદ્વેષ કર્યા વિના સમપરિણામથી વર્તવાની જ્ઞાનીમહાત્માઓની આજ્ઞા તેમજ રીત છે, તે રીતે જ વર્તવા તેઓ સતત ઉદ્યમી હતા; અને ઘણા અંશે તેઓ તેમાં સફળ પણ રહ્યા હતા. આમ તેઓ વધુમાં વધુ શક્ય થાય તેટલો આશ્રવ તોડી, સંવર તથા નિર્જરાનું આરાધન કરતા હતા. આ પુરુષાર્થ એ જ તેમના જીવનમાં ધર્મના મંગલપણાએ કર્મ પર કરેલો વિજય હતો. તેમણે સદ્ધર્મના આશ્રયે “આજ્ઞામાં વર્તી, કર્મ પર વિજય મેળવી, ઉપાધિકાળને નવાં કર્મોની વણઝાર ખડી કર્યા વિના પૂરો કર્યો, તેમાં ધર્મનાં
૨૯૦