________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
હતો. આમ સર્વસંગપરિત્યાગ કરવાની પૂર્વ તૈયારી રૂપ કડક સંયમ પાળવાની શરૂઆત તેમણે સં. ૧૯પરમાં કરી હતી. આ તેમનું પરમાર્થ માર્ગમાં ભરેલું એક નવું પગલું હતું. તેની મસ્તી પણ તેમાં હતી.
“જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ! તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો? હે કૃપાળુ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે, ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે .. ઓ દુષમકાળના દુર્ભાગી જીવો! ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાન વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો. એટલે તમારું શ્રેય જ છે. સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છતા પરમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ .... આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અને બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ; કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ. આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉભવેલો લખ્યો નથી, પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે.” (ચૈત્ર સુદ ૧૩, ૧૯૫૨. આંક ૬૮૦)
આ અંગત લખાણમાં તેમણે પોતાના હૃદયનો ચિતાર ખૂબ જ પ્રમાણિકપણે વ્યક્ત કર્યો જણાય છે, તેમાં તેમણે પોતાને પ્રાપ્ત થયેલું પરમાત્મપણું બતાવ્યું છે, અને તે બતાવવાનું કારણ અભિમાન નહિ પણ જગતના જીવો પ્રત્યેની પરમ કારુણ્યવૃત્તિ છે, એ પણ સ્પષ્ટ કર્યું છે. જો જીવોને તેમની સમર્થતાનો ખ્યાલ આવે અને તેમની માંગણી થાય તો કલ્યાણનો માર્ગ તેઓ તેમને બતાવી શકે, એ હેતુ સ્પષ્ટ કર્યો છે. આ બધાં વચનોનું ઊંડાણથી મનન કરતાં સમજાય છે કે પરમાર્થની સર્વોત્તમ પદવી
૨૯૩