________________
ઇર્યા સમિતિ - કર્મોદયને કારણે ચાલવાનો પ્રસંગ મુનિને આવે ત્યારે અન્ય જીવ હણાય નહિ, દૂભાય નહિ, એ રીતે ચાલવું તે ઇર્યા સમિતિ. ઉચ્ચ ગોત્રકર્મ - જે કર્મના ઉદયથી જીવ રાજકુળમાં, શ્રેષ્ઠી કુળમાં, વૈભવી કુળમાં ઉત્પન્ન થાય તે ઉચ્ચ ગોત્રકર્મ. ઉચ્ચગોત્રમાં જીવનની ઘણી સુવિધાઓ અને વિશિષ્ઠ લાભો મળે છે.
ઉણોદરી તપ - ઉદર એટલે પેટ. તેને ઉભું રાખવું એટલે પોતાની જરૂરિયાત કરતાં ઇચ્છાપૂર્વક થોડો ઓછો આહાર ગ્રહણ કરવો અર્થાત્ પેટ અધૂરું રાખી ભોજન કરવું.
ઉત્સર્પિણી કાળ – જે કાળમાં દુ:ખની હાનિ અને સુખની વૃદ્ધિ થતી જાય તે ઉત્સર્પિણી કાળ ગણાય છે.
ઉદય (કર્મનો) - બાંધેલા કર્મો અમુક કાળ વીત્યા પછી ભોગવવા માટે ઉદયમાં આવે છે. સંસારી સ્થિતિમાં ઉદય બે પ્રકારે અનુભવાય છે પ્રદેશોદય અને વિપાકોદય.
ઉર્તન - જીવ કર્મ બાંધે છે ત્યારે તેના પ્રદેશ, અનુભાગ, સ્થિતિ અને પ્રકૃતિ નક્કી થાય છે. તે પછી તેની પ્રવૃત્તિ અને પુરુષાર્થ અનુસાર આ કર્મમાં ફેરફાર થયા કરતો હોય છે. જ્યારે જીવનાં કાર્યોથી બાંધેલાં કર્મનાં સ્થિતિબંધ અને અનુભાગ બંધમાં વધારો થાય છે ત્યારે તેનાં કર્મનું ઉદ્દવર્તન થયું એમ કહેવાય છે.
ઉદાસીનતા - ઉર્દુ એટલે ઊંચે. અસીનતા એટલે રહેવાપણું. ઉદાસીનતા એટલે કષાયથી ઊંચે, આત્મા સમીપ રહેવાપણું અર્થાત્ નિસ્પૃહપણું વેદવું.
પરિશિષ્ટ ૧
ઉદ્દી૨ણા - કર્મને બાંધ્યા પછી, ભાવિમાં ઉદયમાં આવે એવા સત્તાગત કર્મોને વર્તમાનમાં ખેંચી લાવી ભોગવી લેવાં તે ઉદ્દીરણા કરી કહેવાય છે. આ કર્મોને તપ, ધ્યાન આદિ વિશેષ પુરુષાર્થથી ખેંચવામાં આવે છે.
ઉપગ્રહન - આ સમકિતનું પાંચમું અંગ(ગુણ) છે. ઉપગ્રહન એટલે અન્યના દોષ ઢાંકવા. સમ્યક્દષ્ટિ આત્મા કોઈના દોષને જાણે છે, છતાં તેને દોષી તરીકે તિરસ્કારે નહિ. તેના દોષને ઢાંકે અને સાચી સલાહ આપી સાચા માર્ગે વાળે.
ઉપશમ - કર્મો શાંત થઈ જવા, ઉદય રહિત કર્મ થવું તે કર્મનો ઉપશમ કહેવાય છે. ખાસ કરીને મોહનીય કર્મની બાબતમાં આમ થાય છે. મોહનીય કર્મના સર્વથા અનુદય વખતે સત્તામાં રહેલા મોહનીય કર્મને ઉપશમન કહે છે. ઉપશમ સમકિત - જીવ જ્યારે પાંચ મિનિટ કે તેથી વધારે સમય માટે અનંતાનુબંધી ચોકડી અને દર્શનમોહની ત્રિક ઉપશમાવી શકે છે, ત્યારે તે ઉપશમ સમકિત પામ્યો કહેવાય છે.
ઉપશમ શ્રેણિ - ઉપશમ કરવું એટલે શાંત કરવું. કર્મને સત્તામાં દબાવી રાખવા અને ઉદયમાં ન આવવા દેવા તે કર્મ ઉપશમ કર્યા કહેવાય. જે જીવ કર્મનાં દળનો પૂર્ણ ક્ષય ન કરતાં, અમુક અંશે દબાવતો આઠમા ગુણસ્થાનથી આગળ વધે છે, તે જીવ ઉપશમ શ્રેણીએ ચઢે છે તેમ કહેવાય.
ઉપસર્ગ અન્ય કોઈ જીવ તરફથી મુનિને
ઇરાદાપૂર્વક અપાયેલું દુઃખ તે ઉપસર્ગ છે. ઉપાદાન - આત્મવિકાસ ક૨વા માટે જીવની પાત્રતા હોવી તે ઉપાદાન.
૪૩૫