________________
કેવળી પ્રભુનો સાથ
માટે શૌચધર્મ કહ્યો છે? ક્રોધાદિ સંપૂર્ણ નાશ પામે છતાં આત્માની સંપૂર્ણ પવિત્રતા પ્રગટી શકતી નથી કારણ કે ત્યાં પણ લોભ કષાયને રહેવાનો અવકાશ છે. પણ જ્યારે લોભ કષાય ક્ષય થાય છે ત્યારે નવાં કર્મ ઉપાર્જન કરાવનાર એક પણ કષાય આત્મામાં પ્રવેશી શકતો નથી. આ પૂર્ણ પવિત્રતાનાં લક્ષે લોભના અભાવને શૌચધર્મ કહ્યો છે. જેટલા અંશે કષાય તૂટે તેટલા અંશે શુચિતા આત્મામાં પ્રગટતી જાય છે, તે હકીકત છે. અન્ય કષાયોની અલ્પતાથી અન્ય ગુણો, ક્ષમા, માદવ, આર્જવ ખીલતા જણાય છે, અને જેટલા પ્રમાણમાં લોભ નાશ પામે તેટલા પ્રમાણમાં શૌચધર્મ ખીલે છે એમ સમજાવ્યું છે.
સ્વભાવથી આત્મા પવિત્ર છે. પર્યાયમાં જે મોહ-રાગ-દ્વેષની અપવિત્રતા છે તે આત્મજ્ઞાન, આત્મધ્યાન, શીલ-સંયમ, જપ-તપના પ્રભાવથી દૂર થાય છે. દેહ તો હાડ, માંસ, મજ્જા, વીર્યાદિ અશુચિથી ભરેલો હોવાથી અપવિત્ર જ છે, તે બાહ્ય ઉપચારોથી શુધ્ધ થતો નથી કારણ કે જ્યાં સુધી આત્મામાં વિભાવભાવ વર્તે છે, ત્યાં સુધી ઉપર જણાવેલા અશુધ્ધ પદાર્થોનો જમાવ શરીરમાં થતો જ જાય છે. જ્યારે આત્મા વિભાવથી ખસી સ્વભાવમાં સ્થિર થાય છે ત્યારે એ અપવિત્ર પરમાણુઓનું સ્થાન પવિત્ર પરમાણુઓ ગ્રહણ કરે છે અને દેહને પવિત્રતા આપે છે. આત્માની અપવિત્રતા દૂર કરતાં દેહની અપવિત્રતા આપોઆપ નીકળતી જાય છે.
આ પરથી સિદ્ધ થાય છે કે આત્માની પવિત્રતા વીતરાગતામાં છે, અને અપવિત્રતા મોહ-રાગદ્વેષમાં રહેલી છે. મન મલિન થાય તો તન સહેજે મલિન થઈ જાય છે. શ્રી સનકુમાર ચક્રવર્તિની કાયા સુવર્ણમય હતી. જ્યારે મનમાં એ કાયા માટે ઉગ્ર માનભાવ થયો ત્યારે તેમની એ કાયા ઝેરમય બની ગઈ. આ જોતાં શ્રી સનકુમારને વૈરાગ્ય થયો. તેઓ મુનિ બન્યા. અને તે પછી ધર્મારાધન કરી આત્માની શુચિ વધારી દેહને પણ તેમણે પવિત્રતા તરફ દોર્યો.
લોભકષાયના પણ ચાર પ્રકાર છે – અનંતાનુબંધી આદિ. પહેલા બે પ્રકારના અભાવમાં કે માત્ર અનંતાનુબંધી કષાયના અભાવમાં જે શૌચધર્મ દેશવતી કે આવતી
૧૪૬