________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
સભ્યષ્ટિને હોય છે તેનાથી વિશેષ નિર્મળતા ત્રણ પ્રકારના કષાયના ઉદયના અભાવમાં મુનિને હોય છે. અને પૂર્ણ શૌચધર્મ તો વીતરાગી સર્વજ્ઞ ભગવાનને હોય છે.
સ્વભાવથી બધા આત્માઓ પવિત્ર છે, પણ વિભાવના દબાણ નીચે એ આત્માઓ અપવિત્રતામાં ડૂબે છે. પ૨ના આશ્રયે અપવિત્રતા અને સ્વના આશ્રયે પવિત્રતા પ્રગટે છે. સ્વભાવની શુચિતામાં એવું સામર્થ્ય કે એ શુચિને જો પર્યાય સ્પર્શે તો પર્યાય પણ પવિત્ર થઈ જાય. અર્થાત્ સંસારસમુદ્ર તરવા મથતો જીવ સ્વભાવની શુચિ તરફ વળે તો તેના આત્મા અને દેહ બંને પવિત્ર થઈ જાય.
આત્મસ્વભાવના સ્પર્શ વિના અર્થાત્ આત્માનુભવ વિના ઉત્તમ ક્ષમાદિ ધર્મનો આરંભ થતો નથી. અર્થાત્ ક્ષમાદિ ધર્મને પાળવાથી આત્મસન્મુખ થવાય છે.
અનિત્ય, અશરણ, અશુચિમય, એકત્વ અને અન્યત્વથી ભરેલા આ સંસારમાં જીવને અનેક પ્રકારનાં કષ્ટો વારંવાર ભોગવવાં પડે છે, અને તેનાથી છૂટવા માટે, જે સુખ પાછળ દુ:ખ ન આવે એવા સુખને પામવા માટે, જીવે પોતાના આત્માના મુખ્ય ગુણો ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ અને શૌચ ખીલવવાની જરૂરિયાત છે, જે ગુણો આત્મામાં વિભાવરૂપે પ્રવર્તતાં ક્રોધ, માન, માયા અને લોભ સ્વરૂપી કષાયો તોડતાં પ્રગટે છે. આટલું સમજ્યા પછી તે ક્યારે અને કેવી રીતે થાય, ન કરીએ તો શું થાય વગેરે વિચારણા યથાસ્થાને કરી શકાશે.
આ કષાયો તોડવામાં ન આવે, અને તેનું નવું નવું ઉપાર્જન કરતા રહેવામાં આવે તો જીવને ઘણું નુકશાન થાય છે. સૌ પ્રથમ તો આ કષાયો પોતાને અને પરને દુ:ખદાયી છે. કષાયનો ઉપદ્રવ થતાં જીવ ઘણું દુ:ખ વેઠે છે, અને આત્માના સ્વાભાવિક ગુણોથી દૂર થાય છે. તેથી એ ગુણોમાંથી નિષ્પન્ન થતાં સહજ શાંતિ અને સુખથી તે આત્મા વંચિત બને છે. જ્યાં સુધી આ કષાયોનું પ્રવર્તન જીવમાં રહે છે ત્યાં સુધી તેનાં સંસાર પરિભ્રમણનું ચક્ર અટકતું નથી, જન્મ, જરા અને મૃત્યુનાં દુ:ખથી તે બચી
૧૪૭