________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
તે મંદ હોય કે તીવ્ર હોય, શુભ હોય કે અશુભ હોય; તે છે તો રાગ જ. જ્યારે તે રાગ છે, ત્યારે તે માયા, લોભ, વેદ, તિ કે હાસ્યના પ્રકારે જ રહે છે. અન્ય કોઈ પ્રકાર સંભવી શકતો નથી. રાગ એ ધર્મ નથી, કારણ કે એમ માનતાં કષાય ધર્મ બની જાય છે. ધર્મ તો અકષાયી છે.
ચારિત્ર એ સાક્ષાત્ ધર્મ છે, અને તે મોહ તથા રાગદ્વેષથી રહિત અકષાયરૂપ આત્મપરિણામ જ છે, અર્થાત્ ધર્મ એ અકષાયભાવ છે. શૌચધર્મ એ ક્ષમા, માર્દવ, આર્જવથી મહાન ધર્મ છે. કેમકે શૌચધર્મનો ઘાતક લોભકષાયનો અંત સમસ્ત કષાયોના ક્ષય પછી જ થાય છે. જેનો લોભ સંપૂર્ણપણે ક્ષય થાય તેના ક્રોધાદિ કષાયો નિયમપૂર્વક ક્ષય થયા હોય છે. લોભ કષાય ક્ષપક શ્રેણિમાં દશમા ગુણસ્થાને સૌથી છેલ્લે ક્ષય પામે છે. આથી આપણે કહી શકીએ કે લોભ સૌથી ભયંકર કષાય છે. તેનું રૂપ એવું વિચિત્ર અને વિવિધતાવાળું રહે છે કે જીવને લોભને લોભરૂપે ઓળખતાં પણ કેટલીકવાર ખૂબ મુશ્કેલી નડે છે. ક્રોધની જેમ લોભ કષાય સહેલાઈથી પ્રગટરૂપે દેખાતો નથી, તે કષાય છૂપો છે. અને તેથી તેને કાઢતા જીવને સૌથી વિશેષ પ્રયત્ન કરવો પડે છે. આ જ કારણે શૌચધર્મને સૌથી મહાન કહ્યો છે.
આ ઉપરાંત એક વાત વિચારવા જેવી અને સમજવા જેવી પણ છે. શૌચધર્મ તે માત્ર લોભકષાયના અભાવનું નામ નથી, પરંતુ તે સર્વકષાયોના અભાવથી પ્રગટતો ધર્મ છે. કેમકે પવિત્રતાનું અન્ય નામ શૌચધર્મ છે, અને સર્વ કષાયો આત્માને અપવિત્ર કરતા હોવાથી, તે સર્વ કષાયોના અભાવનું નામ શૌચધર્મ હોઈ શકે. તો પછી પ્રશ્ન થાય કે શાસ્ત્રોમાં માત્ર લોભના અભાવને શૌચ કહેલ છે તેનું કારણ શું? જરા ઊંડાણથી વિચારતાં સ્પષ્ટ થાય છે કે લોભનો નાશ બાકીના સર્વ કષાયોનો નાશ થયા પછી જ થાય છે, એટલે લોભના નાશમાં અન્ય સર્વ કષાયોનો ક્ષય ગર્ભિત રીતે સૂચવાયેલો જ છે.
વિચાર આવે કે ક્રોધાદિ સર્વ કષાયો આત્માને અપવિત્ર કરે છે, તેથી ક્રોધાદિ જતાં કે મંદ થતાં તેટલી પવિત્રતા આત્મામાં પ્રગટ થાય છે એમ કહી શકાયને? તો પછી ક્રોધમાનાદિના અભાવને શૌચધર્મ કેમ કહ્યો નથી? લોભના અભાવને જ શા
૧૪૫