________________
કેવળી પ્રભુનો સાથ
થાય છે અને લોહી ચૂસવામાં ન દયા. સુંદ૨ રૂપ જોઈને પોતાની એક કોડી પણ ભૂલી જતા નથી. કરુણમાં કરુણ સ્વર-ચિત્કાર સાંભળીને તેઓ પોતાનો એક પૈસો પણ કોઈને ત્યાં છોડતા નથી. તુચ્છમાં તુચ્છ વ્યક્તિની સામે હાથ લંબાવવામાં તેઓ લજ્જા પામતા નથી.” (ચિંતામણિ ભાગ ૧. પૃ ૫૮)
લાલસા, લાલચ, તૃષ્ણા, અભિલાષા, ઇચ્છા ઇત્યાદિ લોભનાં અનેક નામો છે. પ્રેમ વા પ્રીતિ પણ લોભનાં જ નામાંતર છે. પદાર્થનું આકર્ષણ તે લાલચ કે લોભ તરીકે અને વ્યક્તિનું આકર્ષણ તે પ્રીતિ કે પ્રેમ તરીકે ગણાય છે. વસ્તુ અને વ્યક્તિના વિષયભેદથી લોભનાં સ્વરૂપમાં અને પ્રવૃત્તિમાં બહુ ભેદ પડી જતો હોવાથી વ્યક્તિ પ્રત્યેના લોભને અલગ નામ અપાયું છે.
કેટલાક લોભ એવા પ્રકારના હોય છે કે જે લોભરૂપ લાગતા નથી. તેમાં લોકોને ધર્મનો ભ્રમ થઈ જાય છે. સ્વર્ગાદિનો લોભ આ જ પ્રકારનો હોય છે. સ્વર્ગનાં સુખ માટે કે મનુષ્યગતિનાં સુખ માટે જે કંઈ ધર્મ કરવામાં આવે છે તે ધર્મ લોભમાં સમાય છે. આવા લોભી જગતમાં ધર્માત્મા તરીકે ઓળખાય છે.
એક અપેક્ષાએ વિચારતાં મોક્ષ મેળવવાની ઇચ્છા, નિસ્પૃહ થવાની ભાવના, વીતરાગી સ્વરૂપ પ્રગટાવવાની વૃત્તિ વગેરે અને તે માટે થતી ધર્મપ્રવૃત્તિ પણ લોભનો એક પ્રકાર છે. નિર્લોભી થવાનો ભાવ પણ લોભ કહી શકાય. આ છે નિશ્ચયનયની અપેક્ષાની વાત, ઐહિક કે વ્યવહારિક લોભથી મુક્ત થવા માટે જીવે ૫રમાર્થ લોભનો આશ્રય લેવો જ પડે છે, સીધા પૂર્ણ વીતરાગ થઈ શકાતું નથી. આથી વ્યવહારનયથી ઉપરની બધી ભાવના, વૃત્તિ આદિ નિર્લોભરૂપે ગણાય છે ત્યારે નિશ્ચયનયથી તેને પણ લોભ કહેલ છે. આ અપેક્ષાઓ ભૂલવા જેવી નથી.
ચારિત્રમોહના પચીસે કષાયો રાગદ્વેષમાં સમાય છે. તેમાંથી ચાર પ્રકારનો ક્રોધ, ચાર પ્રકારનાં માન, અરિત, શોક, ભય અને જુગુપ્સા એ બાર કષાયો દ્વેષ છે. અને ચાર પ્રકારની માયા, ચાર પ્રકારનો લોભ, ત્રણ વેદ, રતિ અને હાસ્ય એ તેર કષાય રાગ છે. અહીં સમજાય છે કે ચારે પ્રકારનો લોભ રાગમાં સમાય છે. રાગ ભલે પછી
૧૪૪