________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
આ પ્રકારો પર વિચારીએ તો પંચેન્દ્રિયના વિષયોના લોભની જ મુખ્યતા જણાઈ આવે છે. ભોગોપભોગ ઇન્દ્રિયના વિષયો છે, શારીરિક આરોગ્ય પણ ઇન્દ્રિયોના વિષયગ્રહણની શક્તિ સાથે સંબંધ ધરાવે છે, કેમકે ઇન્દ્રિયોના સમુદાયનું નામ જ તો શરીર છે. આમ જોઈએ તો વિષયમાં સઘળા અન્ય પ્રકારો સમાઈ જાય છે.
પંચેન્દ્રિયના વિષયોમાં ફસાયેલા જીવોની દુર્દશાનું વર્ણન કરતાં શ્રી પરમાત્મપ્રકાશકાર લોભના ત્યાગની પ્રેરણા કરતાં લખે છે કે, -
“રૂપનાં લોભી પતંગિયા દીપક પર પડીને, કર્ણપ્રિય શબ્દના લોભી હરણ શિકારીના બાણ વડે વિંધાઈને, સ્પર્શના લોભી હાથી હાથણીના લોભથી પ્રેરાઈ ખાડામાં પડીને, ગંધના લોભી ભમરા કમળમાં બંધાઈને અને રસના લોભી મચ્છ માછીમારના કાંટામાં વિંધાઈને વા જાળમાં ફક્સાઈને દુઃખ પામે છે. હે જીવો! આવા વિષયોનો કેમ લોભ કરો છો? એમના પ્રતિ અનુરાગ કેમ કરો છો?”
આત્મસ્વભાવને ઢાંકી દેનાર શૌચધર્મનો વિરોધી લોભકષાય જ્યારે તીવ્ર સ્વરૂપમાં હોય છે ત્યારે અન્ય કષાયોને પણ દબાવી દે છે. લોભી માન-અપમાન, ક્રોધાદિથી પર બની લોભમાં જ પ્રવર્તે છે. લોભ અન્ય કષાયોને તો કાપે છે પણ પોતાને ય કાપે છે. યશનો લોભી ધનના લોભને છોડી દે છે.
હિન્દીના પ્રસિધ્ધ વિદ્વાન આચાર્ય રામચંદ્ર શુક્લ લોભીઓની વૃત્તિ પર વ્યંગ કરતાં લખે છે કે, -
લોભીઓનું દમન યોગીઓના દમન કરતાં કોઈપણ પ્રકારે ઊતરતું નથી. લોભનાં બળ વડે તેઓ કામ અને ક્રોધને જીતે છે, સુખની વાસનાનો ત્યાગ કરે છે, માન-અપમાનમાં સમભાવ રાખે છે. હવે બીજું જોઇએ શું? જેની પાસેથી તેઓ કંઈક મેળવવાની આશા રાખે છે તે કદીક તેમને દશ ગાળો ભાંડે તો પણ ન તો તેમના ચહેરા પર રોષનું એક ચિહ્ન પ્રગટ થાય છે, અને ન મનમાં ગ્લાનિ ઉત્પન્ન થાય છે. માખી ચૂસવામાં એમને ન ધૃણા પેદા
૧૪૩