________________
કેવળી પ્રભુનો સાથ
મળે છે. માનવીને એ સહેલાઈથી સમજાતું નથી કે પુણ્યોદય વિના ધન, સત્તાદિ કે અનુકૂળ સંજોગો પ્રાપ્ત કરી શકાતા નથી. તે વિશે ‘ભગવતી આરાધના” માં લખ્યું છે કે, –
લોભ કરવા છતાં પણ પુણ્યરહિત પુરુષને ધન મળતું નથી, અને લોભ ન કરવા છતાં પુણ્યવંતને ધનની પ્રાપ્તિ થાય છે.”
આથી ધનાદિની – ઈષ્ટની પ્રાપ્તિ માટે લોભ નહિ પણ પુણ્ય કારણરૂપ છે, એમ સમજી લોભનો ત્યાગ કરવો ઘટે. લોભ માત્ર ધનનો જ હોય એમ નથી, તે વિષય, સત્તા, કીર્તિ આદિ રૂપે પણ હોય છે. વસ્તુતઃ તો પાંચ ઇન્દ્રિયોના વિષયની તેમ જ માનાદિ કષાયોની પૂર્તિનો લોભ એ જ લોભ છે. પૈસાનો લોભ એ તો મનુષ્ય જન્મમાં સંભવે છે, અન્ય ગતિઓમાં એ લોભ દેખાતો નથી. ત્યારે વિષયનો લોભ ચારે ગતિમાં પ્રવર્તે છે અને વિશેષતાએ દેવગતિમાં.
પૈસાનાં માધ્યમથી પંચેન્દ્રિયના વિષયોની પ્રાપ્તિ થાય છે, માનાદિ કષાયો પોષાય છે તેથી મનુષ્ય એના પ્રતિ લોભાય છે. જો એ ઇચ્છા સંતોષાતી ન હોય તો કોઈ પૈસાના ભાવ પણ ન પૂછે. રૂપ, કીર્તિ આદિના લોભી પૈસાને પાણી જેમ વાપરે છે. રાજા શ્રેણિક ચેલણાનાં રૂપમાં, પવનંજય અંજનાનાં રૂપમાં મોહાયા હતા તે શાસ્ત્રોમાં મળતાં ઉદાહરણો છે. નામના લોભી પણ અનેક મળે છે. પોતાનું નામ જાળવવા મોટા મોટા દાન કરનારના તૂટા નથી. પણ નામ ક્યાં રહે છે? ભરત ચક્રવર્તિ જ્યારે પોતાનું નામ શીલા પર લખવા ગયા ત્યારે તે શીલા પૂર્વના ચક્રવર્તિઓનાં નામથી ભરેલી જોઈ, તેથી તેમાંના એક નામને મિટાવીને પોતાનું નામ લખવું પડ્યું. અને તેમાંથી વિચારમાં ગરક થયા કે, હવે પછી ભાવિના ચક્રવર્તિ મારું નામ મિટાવી પોતાનું નામ લખશે. બીજા પણ લોભ જોવા મળે છે. આચાર્ય અકલંક દેવ “રાજવાર્તિક' માં જીવનલોભ, આરોગ્ય લોભ, ઇન્દ્રિય લોભ અને ઉપભોગ લોભ એમ ચાર પ્રકાર લોભના ગણાવે છે. અમૃતચંદ્રાચાર્ય પણ ‘તત્ત્વાર્થસાર' માં ભોગ, ઉપભોગ, જીવન અને ઇન્દ્રિયોના વિષયનો લોભ, એમ ચાર પ્રકારનો લોભ વર્ણવે છે.
૧૪૨