________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
ઉત્તમ શૌચ
શુચિતા અર્થાત્ પવિત્રતાનું નામ શૌચ છે. તેની સાથે જોડેલો શબ્દ ‘ઉત્તમ’ સમ્યક્દર્શનની સત્તા સૂચવે છે. એટલે કે સમ્યક્દર્શન સહિતની વીતરાગી પવિત્રતા તે ઉત્તમ શૌચધર્મ છે.
શૌચધર્મનો અભાવ લોભ કષાયથી આવે છે. લોભને પાપનો બાપ કહેવામાં આવે છે. કેમકે જગતનું એક પણ પાપ એવું નથી કે જે લોભી જન કરતો ન હોય. લોભી જનનું વર્ણન પંડિત ટોડરમલજી મોક્ષમાર્ગ પ્રકાશકમાં આ પ્રમાણે કરે છે, –
“જ્યારે આને લોભકષાય ઉપજે ત્યારે ઇષ્ટ પદાર્થના લાભની ઇચ્છા હોવાથી તે અર્થે તે અનેક ઉપાયો વિચારે છે. તેનાં સાધનરૂપ વચન બોલે છે, શરીરની અનેક ચેષ્ટાઓ કરે છે, ખૂબ કષ્ટ સહન કરે છે, સેવા કરે છે, વિદેશગમન કરે છે; જેમાં મરણ થવું જાણે તે કાર્ય પણ કરે છે. જેમાં ઘણું દુ:ખ ઉત્પન્ન થાય એવા આરંભ કરે છે. તથા લોભ થતાં પૂજ્ય અને ઇષ્ટનું કાર્ય હોય ત્યાં પણ પોતાનું પ્રયોજન સાધે છે, કાંઇ વિચાર રહેતો નથી. તથા જે ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થઈ છે તેની અનેક પ્રકારે રક્ષા કરે છે. જો ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય, અથવા ઇષ્ટનો વિયોગ થાય તો પોતે ખૂબ સંતાપવાન થાય છે, પોતાનાં અંગોનો ઘાત કરે છે તથા વિષભક્ષણ આદિ વડે મરણ પામે છે. આવી અવસ્થા લોભ થતાં થાય છે.”
આચાર્ય શુભચંદ્રે તો “જ્ઞાનાર્ણવ”ના ૧૯મા સર્ગમાં લખ્યું છે કે, “આ લોભ કષાયથી પીડિત વ્યક્તિ પોતાનો માલિક, ગુરુ, બંધુ, વૃધ્ધ, સ્ત્રી, બાળક તથા ક્ષીણ, દુર્બળ, અનાથ, દીન વગેરેને પણ નિઃશંકપણે મારીને ધન પ્રાપ્ત કરે છે.”
નરકમાં લઈ જનાર કે અસંજ્ઞી થવાની ફરજ પાડનાર જે જે દોષો શાસ્ત્રકારોએ વર્ણવ્યા છે તે સર્વ લોભમાંથી નીપજે છે. ધનનો લોભી ધન ઉપાર્જન કરવામાં એટલો સમય કાઢે છે કે તેને માણવાનો અવસર આવતો જ નથી. પશુઓનો લોભ પેટ ભરવા પૂરતો હોય છે, ત્યારે માનવીનો લોભ અનેક પ્રકારે જોવા
૧૪૧