________________
કેવળી પ્રભુનો સાથ
થાય છે, વીતરાગતામાં પરિણમે છે, એ જ એમનો ઉત્તમ આર્જવધર્મ છે. આર્જવધર્મની ઉત્કૃષ્ટતા એમને ધ્યાનકાળમાં હોય છે, તેવી ઉત્કૃષ્ટતા અન્ય પ્રવૃત્તિ કરતાં રહેતી નથી. એ વખતે જે આર્જવધર્મ પ્રવર્તે છે તે આત્મામાં પ્રવર્તતી સરળતાનાં કારણે હોય છે. નિષ્કર્ષ રૂપે કહી શકીએ કે જ્ઞાન, દર્શન અને ચારિત્રનું સમ્યકુ એકત્વ એ આત્માની એકરૂપતા અર્થાત્ વીતરાગી સરળતા છે, અને એ ઉત્તમ આર્જવધર્મ છે. બાહ્ય છળકપટ આદિના અભાવરૂપ મનવચનકાયાની એકતારૂપ સરળતા એ વ્યવહારથી આર્જવધર્મ છે. તે આજેવધર્મ અંતરંગ આર્જવધર્મને પુષ્ટિ આપે છે.
ક્રોધ અને માનની જેમ માયાના પણ ચાર પ્રકાર છે – અનંતાનુબંધી આદિ. સમ્યક્દર્શનની પ્રાપ્તિ પછીથી જ અનંતાનુબંધી માયા સત્તાગત થાય છે અથવા ક્ષય પામે છે. તે પહેલાં કોઈ પણ પુરુષાર્થથી અનંતાનુબંધી માયા સત્તાગત કરી શકાતી નથી, અલબત્ત તેની સ્થિતિ મહદ્અંશે ઘટાડી શકાય છે. સંસારી પદાર્થોને વિશે જીવને તીવ્ર સ્નેહ વિના અનંતાનુબંધી કષાય સંભવે નહિ; કે જેને કારણે અનંત સંસારનો અનુબંધ થાય. તીવ્ર પરિણામે, ભવભયરહિતપણે જ્ઞાનીપુરુષ કે સમ્યકજ્ઞાની જીવને અનંતસંસારનો બંધ કરે તેવા તીવ્ર પરિણામ હોઇ શકે નહિ, બીજી સંસારી ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરવાવાળી નથી, માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહ જીવ ભજ્યા કરે, પરમાર્થજ્ઞાની એવા પુરુષપ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે નિરાદર હોય તેને અનંતાનુબંધી કર્મ બંધાય છે. સëવગુરુધર્મ પ્રતિ અસ–વૃદિકના આગ્રહથી, માઠા બોધથી, અશાતનાએ, ઉપેક્ષાએ પ્રવર્તે, સંસારવાસના પરિચ્છેદ ન હોવા છતાં પરિચ્છેદ માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક રહે ત્યારે અનંતાનુબંધી કર્મ આકાર લે છે
એથી સિદ્ધ થાય છે કે કષાયોનો અભાવ કરવો હોય તો આત્માને ઓળખવો, સદ્ગુરુ આશ્રયે પરિચય કરવો અને એના ગુણોમાં એકરૂપ થતા જવું આમ કરતાં, ધર્મ આચરતાં ક્ષમા, માર્દવ, આર્જવ જેવા ગુણો આત્મામાં ખીલતા જાય છે.
૧૪)