________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
જેમનાં મન પવિત્ર અને શુધ્ધ થતાં જાય છે તેમને મનવચનકાયાની એકતા વધારતાં આર્જવધર્મ ખીલે છે, અને જેમનામાં અશુદ્ધિ પ્રવર્તે છે તેઓ એ એકતા ન રાખે તો કલ્યાણ થાય છે. અશુભભાવ તોડે, કદાચિત આવ્યા તો વચનથી વ્યક્ત ન કરે કદાપિ વ્યક્ત થયા તો કાયાથી તે ભાવને પરિણમાવે નહિ તેમાં જ આત્માનું શ્રેય રહેલું છે. મનને પવિત્ર કર્યા વિના જ એ અપવિત્ર ભાવો વચનથી વ્યક્ત કરાય અને કાયાથી કાર્યરૂપ બનાવવામાં આવે તો જીવને ખૂબ નુકશાન વેઠવું પડે.
વળી વિચારતાં એ પણ સમજાય છે કે મનમાં ઘોળાતા અશુભભાવો વ્યક્ત થતાં લાંબા ગાળા માટે રોકી શકાતા નથી. અને વચનથી પ્રગટ થયા પછી કાયાને એ માર્ગે જતાં લાંબો વખત અટકાવી શકાતી નથી. આવા સંજોગોમાં યોગ્ય તો એ છે કે મનમાં ઉદ્ભવતા આવા માયાચારના ભાવને જ રોકી દેવો. ત્યારે પ્રશ્ન થાય છે કે માયાચાર છોડવા માટે, મન, વચન, કાયાની વિરુપતા, કુટિલતા, વક્રતાથી બચવા માટે તથા આર્જવધર્મ પ્રગટ કરવા માટે – મનને પવિત્ર કરવા માટે શું કરવું જોઇએ?
ઉત્તમ આર્જવધર્મ પ્રગટ કરવા એ સ્પષ્ટ સમજવું જોઈએ કે માયાચાર એ મનવચનકાયાની વિરુપતા નથી, કે કુટિલતા નથી, પણ આત્માની વિરુપતા કે કુટિલતા છે. એ કુટિલતા આત્મામાં ઉત્પન્ન થાય છે અને મનવચનકાયાના માધ્યમ દ્વારા પ્રગટ થાય છે. આત્માના સ્વભાવને છે તેનાથી વિપરીત માનવો, અન્યથા પરિસમાવવો એ જ વક્રતા છે, વિરુપતા છે, એ જ કુટિલતા છે. રાગાદિ ભાવ દુઃખરૂપ અને દુ:ખનાં કારણરૂપ છે, તેને સુખરૂપ અને સુખનાં કારણરૂપ માનવા એ જ વસ્તુતઃ આત્માની વક્રતા, કુટિલતા છે. આ વક્રતા અને વિરુપતા પદાર્થનું યથાર્થ સ્વરૂપ જાણવાથી જાય છે. જેવો આત્માનો સ્વભાવ છે તેને તેવો જાણવો, તેવો માનવો અને તેમાં જ તન્મય થવું એ વીતરાગી સરળતા છે, ઉત્તમ આર્જવ છે.
મહામુનિઓને જે ઉત્તમ આર્જવધર્મ છે તે કંઇક આ પ્રકારે હોય છે. તેઓ આત્માને રાગદ્વેષાદિથી ભિન્ન જાણે છે, રાગદ્વેષથી મુક્ત થઈ સ્વરૂપમાં લીન
૧૩૯