________________
આણાએ ધમ્મો, આણાએ તવો
ઉપરનાં વચનોમાં કૃપાળુદેવે લખ્યું છે કે, “બે અક્ષરમાં માર્ગ રહયો છે. આ બે અક્ષરો કયા તે પર વિચાર કરતાં ભક્તિ, જ્ઞાન, શ્રદ્ધા, આજ્ઞા, યોગ, આદિ અનેક શબ્દો સૂઝી આવે છે કે જે માર્ગ સૂચક લાગે. આ બધાં એટલે ભક્તિ, જ્ઞાન, આદિ સન્માર્ગમાં આગળ વધવા ઉપકારી છે એમ આપણને લાગ્યા વિના રહે નહિ. પરંતુ આ બધા માર્ગમાં કયો માર્ગ સૂચવનાર શબ્દ શ્રી તીર્થકર ભગવાનને અને કૃપાળુદેવને અભિપ્રેત હતો તે પર વિચારણા કરતાં એમ સમજાય છે કે “આજ્ઞા' ના આરાધનમાં જ સાચો માર્ગ સમાયેલો છે, અને બીજા બધા માર્ગ તેને સહાયકારી તથા અંગરૂપ છે.
ભક્તિમાં માર્ગ સમાયો છે; એની વિચારણા કરતી વખતે કૃપાળુદેવનું આ વચન તરત જ સ્મૃતિમાં આવે છે કે, ભક્તિ એ સર્વોપરી માર્ગ છે. ભક્તિમાર્ગમાં સાધક સદ્ગુરુનો પ્રેમભાવથી સ્વીકાર કરે છે, તેમના પ્રતિ તેઓ સાચા છે એવું શ્રદ્ધાન પણ કેળવે છે, જો આ પ્રકારનું શ્રદ્ધાન સાધકમાં હોય નહિ તો તેનો ગુરુ પ્રતિનો પ્રેમભાવ અપૂર્ણ રહે છે. ભક્તિમાર્ગમાં સાધક પોતાના ગુરુએ જે માર્ગદર્શન આપ્યું હોય તે પ્રમાણે વર્તવાના ભાવ પણ કરે છે, તેમ છતાં ગુરુનું વચન યથાર્થપણે પાળવાની વૃત્તિ ભક્તિવાનને હોય પણ ખરી, અને ન પણ હોય એમ બને. ઘણીવાર સાધકમાં સંસારના ભોગવટાની રુચિ વધારે હોય છે ત્યારે તે સદ્ગુરુમાં પ્રેમ તથા શ્રદ્ધા ધરાવતો હોવા છતાં, ગુરુના માર્ગદર્શન પ્રમાણે વર્તવાનું કાર્ય પૂર્ણતાથી કરી શકતો નથી, અને તેનાં કારણે તેનું કલ્યાણ પામવાનું કાર્ય વિલંબમાં પડે છે. આમ છતાં એ પણ સત્ય છે કે સદ્ગુરુ પ્રતિ સાચી ભક્તિ ઊગ્યા વિના જીવમાં કે સાધકમાં યથાર્થ માર્ગ સાધવાની શક્તિ આવી શકતી નથી. પ્રત્યેક જીવ માટે સત્ય માર્ગના આરાધન માટે ભક્તિ એ અનિવાર્ય અંગ છે, જે અમુક પ્રમાણમાં વિકસિત થયા પછી જ પૂર્ણતા પ્રતિ દોરનાર ઉત્તમોત્તમ માર્ગ જીવ આરાધી શકે છે. આમ વિચારીએ તો ભક્તિ એ મૂળ માર્ગનો પાયો છે, પણ મૂળમાર્ગ નથી.
એ જ રીતે “શ્રદ્ધામાં માર્ગ સમાયો છે તેની વિચારણા કરતાં શ્રદ્ધાની જરૂરિયાત સ્પષ્ટપણે દેખાય છે. જે માર્ગનું આરાધન કરવાનું છે તે માર્ગ સત્ય હોવાની શ્રદ્ધા જ્યાં સુધી જીવમાં કે સાધકમાં પ્રગટતી નથી ત્યાં સુધી મળેલાં માર્ગદર્શન કે સમજણ પ્રમાણે
૩૨૭