________________
કેવળી પ્રભુનો સાથ
વર્તવાની વૃત્તિ જ તેને જાગતી નથી. શ્રદ્ધા વિના જીવનો પ્રેમભાવ ઉલ્લસતો નથી, તેનો પ્રેમ શ્રદ્ધા જાગ્યા વિના સાધકને સત્પ્રવૃત્તિ કરવા પ્રતિ દોરી શકતો નથી. એનો અર્થ એ થયો કે સાધકને છૂટવાના ભાવ જાગ્યા પછી જ કોઈ સદ્ગુરુ માટે નિર્મળ પ્રેમ જાગે છે, એ પ્રેમના આધારે સદ્ગુરુમાં અને તેમના થકી બોધાયેલા માર્ગમાં કે માર્ગદર્શનમાં તેને શ્રદ્ધા આવે છે. અને શ્રદ્ધાની માત્રા અમુક હદે પહોંચે છે ત્યારે તેને સદગુરુ પ્રતિ ભક્તિ ઉદ્ભવે છે. અને એ ભક્તિ ભાવિમાં તેને માર્ગનું યોગ્ય આરાધન કરવા પ્રતિ દોરી જાય છે. આમ ભક્તિને જો મૂળમાર્ગ પામવા માટેનો પાયો ગણીએ તો શ્રદ્ધા એ મૂળમાર્ગના પાયાને મજબૂત કરનાર તત્ત્વ ગણી શકાય. તેથી શ્રદ્ધાને આપણે મૂળમાર્ગ કહી ન શકીએ, પણ મૂળમાર્ગ મેળવવાં માટેનું એક બળવાન સહાયકારી તત્ત્વ જરૂર ગણી શકીએ. આમ હોવાથી સાધકમાં જ્યાં સુધી માર્ગ અને માર્ગદર્શક સંબંધી યથાયોગ્ય શ્રદ્ધા જન્મતી નથી ત્યાં સુધી તેની દો૨વણી અનુસાર વર્તન કરવા તે પ્રેરાતો નથી, અને સાચા વર્તન વિના કલ્યાણ પામી પૂર્ણતા પામવાનું તેનું કાર્ય વિલંબમાં પડે છે, વળી, પૂર્વસંચિત કર્મોના બળવાન ઉદયને લીધે તે સાધક સંસારી ભાવોમાં ખેંચાઈ જઈ મળેલી કલ્યાણ કરવાની અમૂલ્ય તક પણ ગુમાવી બેસે એવી સંભાવના પણ થઈ શકે છે.
‘જ્ઞાન’માં મૂળમાર્ગ સમાયો છે? એ વિચારીએ છીએ ત્યારે સ્પષ્ટપણે સમજાય છે કે માર્ગની જાણકારી એ માર્ગમાં ચાલવા માટેનું અનિવાર્ય અંગ છે. સાધકને શું કરવાનું છે તેનું જ્ઞાન કે જાણકારી જ ન હોય તો તે સાચું આચરે કઈ રીતે ? એટલે જાણકારી હોવી કે જ્ઞાનની સ્પષ્ટતા રહેવી એ માર્ગના આરાધન માટે અવિનાભાવિ સંબંધ ધરાવતું અંગ જણાય છે. પરંતુ સાધકે આ જાણકારી મેળવી છે કઈ રીતે, તેના આધારે તેમાં મૂળમાર્ગ કેટલા અંશે રહેલો છે તેની સ્પષ્ટતા આપણને મળે છે. સામાન્ય રીતે જ્યારે જ્ઞાનમાર્ગનું આરાધન કરવાની વિચારણા કરવામાં આવે છે ત્યારે સાધક પોતાની રીતે, અન્ય સમર્થ જીવોની સહાય લીધા વિના, પોતાને થતા વિવિધ અનુભવના નીચોડ દ્વારા માર્ગની સત્યતા નક્કી કરે છે, એમ ગણવામાં આવે છે. આ રીતે કોઈ સમર્થ વ્યકતિના સાથ વિના સાચી સમજણ લેવા સાધક પ્રેરાય છે ત્યારે
૩૨૮