________________
આણાએ ધમ્મો, આણાએ તવો
તેને કેટલાય અવરોધો નડે છે. સૌ પહેલાં તો અનેક અનુભવ કરી, સત્ય પોતાની મેળે જ તારવવામાં ઘણાં લાંબા કાળની જરૂર પડે છે. કોઈ અનુભવીના આધારથી સત્ય નક્કી કરવાનું હોય તો તેમ કરવામાં સમય ઘણો અલ્પ થઈ જાય. બીજી તકલીફ સાધકે એ અનુભવવી પડે છે કે પોતે કરેલી તારવણી સત્ય છે કે કેમ તે નક્કી કરવું તેને મુશ્કેલ પડે છે. અને ખોટી તારવણી કરવાનો ભય તેને સતત રહે છે. કદાચિત્ જો તેની તા૨વણી સાચી નીવડે તો તેનાં કારણે, સદ્ગુરુનો તેને આધાર ન હોવાથી અભિમાન, સ્વચ્છંદ, આદિ દોષો તેનામાં વધતા જાય છે. અને તેને ક્ષીણ ક૨વાનો ઉપાય તેમાંથી નીકળતો ન હોવાથી કલ્યાણ પામવું તેને માટે દુર્ઘટ થઈ જાય છે. વળી, આ બધી ગ્રહણ કરવાની, તોલન કરવાની, તેનું અર્થઘટન કરવાની વગેરે શક્તિઓ બહુજન પાસે હોતી નથી. જન સામાન્યને તો અન્ય સમર્થ જીવો પાસેથી દોરવણી લઈ વર્તવું જ અનુકૂળ રહે છે. સામાન્ય જન પોતાની મેળે આ બધી સમજણ લઈ શકતો નથી, તેથી ‘જ્ઞાનમાર્ગ' દુરારાધ્ય ગણાયો છે. મુખ્યતાએ એવું અનુભવવામાં આવે છે કે જ્ઞાનમાર્ગ કરતાં ભક્તિમાર્ગે જીવને ઘણી વધારે જાણકારી તથા સમજણ મળતાં હોય છે કેમકે તેમને સમર્થ અનુભવી આત્માઓના અનુભવનો લાભ સતત મળતો રહે છે.
“યોગ” એ મૂળમાર્ગ છે કે કેમ તેની વિચારણા કરતાં એમ સમજાય છે કે તે માર્ગમાં ગુરુની સ્થાપના છે, તેમના પ્રતિ પ્રેમ તથા શ્રદ્ધા પણ કેળવવાનાં છે, અને તેથી સાધકને અમુક જાણકારી પણ આવે છે. તેમ છતાં એ માર્ગમાં આંતરદૃષ્ટિનું તત્ત્વ થોડું ખૂટે છે. આ માર્ગમાં બાહ્ય ક્રિયાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે, મન, વચન, કાયાના યોગનું સંયમન કરી આત્મશુદ્ધિ કરવાની હોય છે. તેથી મોટે ભાગે એવું થાય છે કે આ સંયમ કરવા જતાં સાધક તેનાથી આવતી લબ્ધિ તથા સિદ્ધિથી ખૂબ લલચાઈ જાય છે, અને એ લાલચ ગુરુની પણ આ માર્ગમાં યથાયોગ્ય રીતે છૂટી નથી હોતી, તેથી શિષ્યને તેનાથી બચવું કઠણ થઈ જાય છે. જેઓ બાહ્ય લબ્ધિ તથા સિદ્ધિથી આકર્ષાયેલા હોય અને જેમને આત્મસિદ્ધિની થોડી ગૌણતા હોય તેઓ મોટેભાગે આ માર્ગે જતા હોવાથી લબ્ધિસિદ્ધિના દૂષણથી બચી શકતા નથી, પરિણામે તેઓ દેહ ૫૨
૩૨૯