________________
કેવળી પ્રભુનો સાથ
પ્રભુએ કરાવેલા વીર્યપાનના આધારથી તેના ભાવિનું ઘડતર થાય છે. તેના ભાવિમાં જીવના પુરુષાર્થથી અમુક ફેરફાર થઈ શકે છે. તીર્થંકર તથા ગણધરના નિમિત્તથી બહાર નીકળનાર જીવ ભાવિમાં તીર્થંકર તથા ગણધર થાય જ છે, પણ અન્ય પદવીધારીઓને આવો નિયમ લાગુ પડતો નથી. પંચપરમેષ્ટિ પદમાં છદ્મસ્થ દશામાં સ્થાન પામનાર જીવના નિમિત્તથી બહાર નીકળનાર જીવ ભાવિમાં પંચપરમેષ્ટિ પદ પામે જ, એવો નિયમ નથી, તેમાં પુરુષાર્થને આધારે ફેરફાર થાય છે. એ જ રીતે છદ્મસ્થ દશામાં પંચપરમેષ્ટિ પદમાં સમાયા ન હોય એવા કેવળી ભગવાનના નિમિત્તથી બહાર નીકળનાર જીવ પંચપરમેષ્ટિ પદનાં આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ સાધ્વીનું પદ પોતાના પુરુષાર્થની સહાયથી મેળવી શકે છે. આમ આ સર્વ જગ્યાએ જીવના પુરુષાર્થની સ્વતંત્રતા રહેલી છે.
આ રીતે જીવનું ભાવિ જીવનઘડતર અમુક અંશે નિત્યનિગોદમાં નક્કી થાય છે. તે પ્રમાણે તેને સંસારમાં સારાં કે નરસાં નિમિત્તો મળતાં રહે છે. તેમ છતાં પરિભ્રમણકાળ વધારવા કે ઘટાડવા માટે જીવને સ્વતંત્રતા તો રહે જ છે. આ સ્વતંત્રતા રહેવાની જાણકારી જીવને શ્રી પ્રભુના બોધથી મળતી રહે છે. આ રીતે શ્રી અરિહંત પ્રભુનું કાર્ય વિશિષ્ટ બની અન્ય સત્પુરુષોનાં કાર્ય કરતાં અમુક અંશે તફાવતવાળું થાય છે માટે, શ્રી અરિહંત પ્રભુનું કાર્ય અનન્ય ગણી શકાય.
કેવળજ્ઞાન થવાથી આત્મા પૂર્ણ વીતરાગી થાય છે, તેને પછી સંસારના પ્રસંગો કે પ્રકારોમાં કોઈ પણ પ્રકારના ભાવાભાવનો સંભવ રહેતો નથી. પરિણામે જગતજીવોનું કલ્યાણ કરવાની પ્રવૃત્તિ પૂર્ણ વીતરાગી આત્માથી મંદ થઈ જાય તે સ્વાભાવિક લાગે છે. કલ્યાણ કરવાના, માર્ગ પ્રવર્તાવવાના ભાવ જીવને મુખ્યતાએ છદ્મસ્થ દશામાં વર્તતા હોય છે, તેને લીધે કલ્યાણકાર્યની પ્રવૃત્તિ જીવ થકી છદ્મસ્થ દશામાં જ મુખ્યતાએ થતી હોય છે. આવી શુભ પ્રવૃત્તિ દ્વારા જીવ પુણ્યોપાર્જન કરી, તે પુણ્યનો સદુપયોગ આત્મશુદ્ધિની પૂર્ણતા ક૨વા માટે કરે છે. આમાં શેષ રહેલાં કલ્યાણનાં પરમાણુઓનો ઉપયોગ કેવળજ્ઞાન થયા પછી થતો હોવાથી એ પ્રવૃત્તિની મંદતા થાય છે. આ દૃષ્ટિથી વિચારતાં શ્રી અરિહંત પ્રભુનાં કલ્યાણકાર્યની પ્રવૃત્તિમાં જુદાપણું આવવાનું કારણ
૯૪