________________
શ્રી અરિહંતનો મહિમા
પરમાણુઓનો લાભ આપવાનો યોગ આવે છે ત્યારે તેમની અપૂર્વ દેશના છૂટે છે. જેની સાથે ઉપર વિચારેલા અતિશયો ઉત્તમતા ધારણ કરે છે.
આમ કરતાં કરતાં આયુષ્યના અંતભાગમાં તેઓ કેવળી સમુઘાત કરી, ચારે અઘાતી કર્મોની સ્થિતિ સમાન કરે છે. તે પછી ચોદમાં ગુણસ્થાને આવી, મન, વચન તથા કાયાના યોગને સંધી, આઠે કર્મથી મુક્ત થઈ, શુધ્ધ, બુધ્ધ થઈ સિધ્ધભૂમિમાં ચેતનઘન સ્વરૂપે અનંતકાળ માટે બિરાજમાન થાય છે. તેઓ નિર્વાણ પામવાના સમયે પણ જગતજીવો પર મહાન ઉપકાર કરતા જાય છે. - શ્રી તીર્થકર ભગવાન જ્યારે નિર્વાણ પામે છે તે સમયે જગતના તમામ જીવો એક સમય માટે નિર્વેરી બની શાતાનું વેદન કરે છે. અને એ જ સમયે નિત્યનિગોદના કેટલાક જીવો પોતાનો સાતમો પ્રદેશ નિરાવરણ કરવા ભાગ્યશાળી થાય છે. જેમના આ રીતે સાત પ્રદેશ ખૂલ્યા છે તેમનામાંથી જે જીવન ખુલેલા સાત પ્રદેશની આકૃતિ સિધ્ધ થતા પ્રભુના રુચક પ્રદેશની આકૃતિ સમાન થાય છે, તે જીવ પોતાનો આઠમો પ્રદેશ પણ નિરાવરણ કરી, તીર્થકર પ્રભુનાં નિમિત્તથી નિત્યનિગોદમાંથી બહાર ખેંચાઈ આવી ઇતરનિગોદના પૃથ્વીકાયરૂપે પોતાનું સંસારભ્રમણ શરૂ કરે છે.
આ એક જ જીવ એવો હોય છે કે જેના આઠેઆઠ રુચક પ્રદેશો એક જ તીર્થકર પ્રભુથી નિરાવરણ થયા હોય છે. તે જીવનો સાતમો અને આઠમો એ બે પ્રદેશ અંતર વિના એકસાથે ખુલ્યા હોવાથી શ્રી તીર્થકર પ્રભુનું વીર્ય તેનામાં સૌથી વિશેષતાએ રોપાય છે. અમુક કાળ પછી જ્યારે એ વીર્ય કાર્યકારી થાય છે ત્યારે તે જીવ પોતાના પુરુષાર્થને ઉત્તમતાએ ફોરવી, તીર્થકર નામકર્મ ઉપાર્જન કરી, તે પદને યથાર્થતાએ શોભાવે છે.
બાકીના નિત્યનિગોદના જીવો જેમના સાત પ્રદેશ એ જ પ્રભુથી ખૂલ્યા છે, તેઓ સિદ્ધ થતા અન્ય કેવળ પ્રભુના નિમિત્તથી આઠમો પ્રદેશ નિરાવરણ કરી બહાર આવે છે. જેના રુચક પ્રદેશોથી બનતી આકૃતિ સિધ્ધ થતા પ્રભુના ચક પ્રદેશની આકૃતિને મળતી બને છે, તે જીવ તે પ્રભુનાં નિમિત્તથી બહાર નીકળે છે. અને તે
૯૩