________________
કેવળી પ્રભુનો સાથ
ઉદ્દેશીને નીકળેલી છે. ૮. વાણી પુષ્ટ અર્થવાળી હોય છે. ૯. આ વાણી પૂર્વાપર અવિરોધ હોય છે. ૧૦. મહાપુરુષની કક્ષાને છાજે તેવી આ વાણી હોય છે. ૧૧. વાણીથી કોઈ પ્રકારનો સંદેહ ઉત્પન્ન થતો નથી, અર્થાત્ સંદેહરહિત વાણી હોય છે. ૧૨. વાણી સર્વ દૂષણરહિત અર્થવાળી હોય છે. ૧૩. પ્રભુની વાણી કઠણ વિષયને સહેલો કરનારી હોય છે. ૧૪. જ્યાં જે જે યોગ્ય હોય ત્યાં તે તે મૂકવાવાળી વાણી હોય. ૧૫. પ્રભુની વાણી છ દ્રવ્ય તથા નવ તત્ત્વને પુષ્ટ કરનારી હોય છે. ૧૬. વાણી સપ્રયોજન ઉચ્ચારાય છે. ૧૭. વાણી પદની રચના સહિતની હોય. ૧૮. તે વાણીમાં છ દ્રવ્ય તથા નવ તત્ત્વની પટુતા હોય છે. ૧૯. વાણી મધુર હોવાથી સૌને પ્રિય લાગે છે. ૨૦. પારકો મર્મ ન જણાય તેવી ચતુરાઈથી ભરેલી વાણી હોય છે. ૨૧. ધર્મ અર્થની પ્રતિબધ્ધતાવાળી વાણી હોય છે. ૨૨. દીપ સમાન અર્થ સહિત હોય. ૨૩. પ્રભુની વાણીમાં પરનિંદા કે આત્મશ્લાઘા રહેતાં નથી. ૨૪. વાણી કર્તા, કર્મ, ક્રિયાપદ, કાળ, વિભક્તિ આદિ સહિત વ્યાકરણની શુદ્ધિવાળી હોય છે. ૨૫. તે વાણી આશ્ચર્યકારી હોય છે. ૨૬. તે વાણીથી વક્તાનું સંપૂર્ણપણું પ્રગટ થાય છે. ૨૭. એમાં ઘણુંબધું ઘેર્ય સમાયેલું હોય છે. ૨૮. વાણી વિલંબરહિત પ્રકાશિત થાય છે. ૨૯. તેમાં ભાંતિ થાય તેવો કોઈ અવકાશ હોતો નથી. ૩૦. પ્રભુની વાણીને સહુ જીવો પોતપોતાની ભાષામાં સમજી શકે છે. ૩૧. અનેક અપેક્ષાથી કથનને સિધ્ધ કરનારી સ્યાદવાદશૈલીથી ભરપૂર પ્રભુની વાણી હોય છે. ૩૨. વાણી સાંભળનારને શિષ્ટબુદ્ધિ ઉત્પન્ન કરે છે. ૩૩. આવી વાણી સાહસિક્તાથી બોલાતી હોય છે. ૩૪. આ વાણીમાં પુનરુક્તિદોષ રહેતો નથી. ૩૫. પ્રભુની વાણી સાંભળનારને ખેદરહિત બનાવે છે.
આ રીતે શ્રી તીર્થંકર પ્રભુ પોતાનાં ઉત્તમ ચારિત્ર અને પૂર્વનાં સંચિત કલ્યાણભાવનાં પરમાણુઓ જગતમાં સતત વહાવતા રહે છે, અને જગતજીવો પર ઉપકાર કરતા રહે છે. આવા કાળે દેવો તેમની સેવામાં સતત હાજર હોય છે, અને જ્યારે જ્યારે જે જે અતિશયોનો જગતજીવોને પરિચય કરાવવાનો અવકાશ મળે છે ત્યારે ત્યારે તે તે અતિશયો જીવોના કલ્યાણાર્થે દર્શાવે છે. પ્રભુ તો પૂર્ણપણે વીતરાગી હોવાથી આ બધા અતિશયના પ્રભાવથી અલિપ્ત જ હોય છે. પરંતુ પૂર્વ સંચિત કલ્યાણભાવનાં
૯૨