________________
શ્રી અરિહંતનો મહિમા
સાંભળનાર સર્વને સંતોષનું કારણ થાય છે. જેવી જેની પાત્રતા અને બોધગ્રહણ કરવાની શક્તિ તેવી અનુભૂતિ સાથેનો લાભ તેને મળે છે. આને જ કારણે એ જ દેશનામાંથી ગણધર પ્રભુ સમગ્ર દ્વાદશાંગીનું જ્ઞાન મેળવે છે અને પ્રાથમિક કક્ષાનો જીવ માત્ર સંસારથી છૂટવાનો વૈરાગ્યમય બોધ ગ્રહણ કરી શકે છે. કોઈ જીવનું શ્રુતકેવળીપણું પ્રભુની વાણીના નિમિત્તથી પ્રગટ થાય છે તથા વિકસે છે, અને કોઈક જીવ દેહ તથા આત્મા ભિન્ન છે એટલી જ સમજણ ખીલવી શકે છે. આમ પ્રભુની વાણી નીરાગી અને નિર્વિકારી રહી, કોઈના પણ માટે ઓછાઅધિકા ભાવ કર્યા વિના એકધારી વસે છે. અને જે કોઈ જે કંઈ ગ્રહણ કરે તે માટે નિસ્પૃહ રહે છે. વળી, જો કોઈ બોધ ગ્રહણ ન કરે તો પણ તેના માટે પ્રભુ કષાય વેદતા નથી, અને જે ઉત્તમતાએ બોધ ગ્રહે તેના માટે રાગભાવ વેદતા નથી. પ્રભુનું આવું નીરાગીપણું અને નિર્વિકારીપણું તેમના બોધમાં અને તેમની વાણીમાં સતત છતું થતું રહે છે.
વરસાદ સમુદ્ર, નદી, સરોવર, રસ્તા આદિ સ્થળોએ વરસે છે, એકત્રિત થયેલું તે પાણી સૂર્યના તાપથી બાષ્પીભવન થઈ આકાશમાં વાદળરૂપ બની, ફરે છે. અને એ જ વાદળો સમય પાકતાં ફરીથી સમુદ્ર, નદી, સરોવર આદિ ઉપર વર્ષા થઈ વરસે છે. આ રીતે લોકમાં ચક્ર ચાલ્યા કરે છે. એ જ રીતે અરિહંત પ્રભુ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી તેમને માર્ગ બોધે છે. પ્રભુના આ ઉપદેશને ઝીલી ભાવિના તીર્થંકર અને ગણધર બનનાર તથા કેવળજ્ઞાન પામનાર અન્ય આત્માઓ ધર્મ પ્રવર્તન કરે છે. તેમના બોધને સ્વીકારી, તેને અનુકૂળ વર્તન કરી એવા જ નવા મહાજ્ઞાનીઓ નીપજે છે. પૂર્વના જ્ઞાની મહાત્માઓ સિધ્ધ થાય છે, તેમના સ્થાને નવા મહાજ્ઞાનીઓ કાર્ય કરે છે. આમ ધર્મચક્ર ચાલ્યા કરે છે અને ધર્મનું અનાદિઅનંતપણું સિદ્ધ થાય છે.
પ્રભુની વાણીના ૩૫ ગુણો શાસ્ત્રમાં આ પ્રમાણે વર્ણવાય છે. જે સ્વયં સમજાય તેવા છે. ૧. વાણી બધાને સમજાય તેવી હોય છે. ૨. આ વાણી યોજન પ્રમાણ સંભળાય છે. ૩. વાણી પ્રોઢ હોય છે. ૪. વાણી મેઘ જેવી ગંભીર હોય છે. ૫. વાણી સ્પષ્ટ હોય છે. ૬. સહુને સંતોષકારક વાણી રહે છે. ૭. સહુને એવો અનુભવ થાય કે આ વાણી મને
૯૧