________________
કેવળી પ્રભુનો સાથ
કરનારી, અનેક ભેદરહસ્યોથી ભરપૂર, જીવના મોહનું ત્વરાથી હરણ કરવાવાળી ઇત્યાદિ ૩૫ પ્રકારના વાણીના ગુણોથી સભર હોય છે. આ જાણતાં પ્રભુની વાણીની મહત્તા આપણને સમજાય ખરી, છતાં તેની વિશદતા જાણવા તેમની વાણીને અપાયેલી ઉપમા સમજવા યોગ્ય છે. પ્રભુની વાણીને આપણે વરસાદ સાથે વણી શકીએ.
વરસાદ એ કોઈ વ્યક્તિ, પદાર્થ કે વસ્તુ પ્રત્યે પક્ષપાત કરતો નથી. કોઈ એક માટે તેનું કાર્ય હોતું નથી. તે તો રાય કે રંક બધા માટે એક સરખો જ વરસે છે. એ જ પ્રમાણે શ્રી અરિહંત પ્રભુની કરુણાસભર વાણી સર્વ લોકવ્યાપી છે. એમનો ઉપદેશ ક્ષેત્રથી મર્યાદિત છે, વર્ષાની જેમ, પણ કરુણા બધા માટે એક સરખી જ છે, તેમને કોઈ વ્યક્તિ, પદાર્થ કે વસ્તુ પ્રત્યે પક્ષપાત હોતો નથી.
વરસાદ વસ્તુ, વ્યક્તિ અને પદાર્થનો મેલ ધૂએ છે, સર્વને સ્વચ્છ કરે છે, અને વર્ષાનાં પાણીના સ્પર્શથી શારીરિક તથા માનસિક શીતળતા મળે છે. પ્રભુની વાણીથી નિષ્પન્ન થતો બોધ પણ સર્વ જીવના કર્મરૂપી મેલને કાઢવા સમર્થ છે, જીવના આત્માને સ્વચ્છ કરવાની તે શક્તિ ધરાવે છે. પ્રભુની વાણીની સંપદાનો સ્પર્શ પામનાર જીવ માનસિક, વાચિક અને કાયિક શાંતિનો અનુભવ કરે છે. પ્રભુની બોધવાણીથી અનંતાનુબંધી આદિ કષાયો શાંત થતા જીવ ઠંડક તથા શીતળતા અનુભવે છે. જેણે પૂર્વમાં ઠંડક માણી હોય તેવા જીવ વિશેષ ઠંડક તથા શીતળતા પામે છે.
વરસાદ વર્ષાની ઇચ્છા રાખનાર કે અનિચ્છા રાખનાર બંને પ્રકારનાં જીવો માટે સમાનપણે વરસે છે, તે ઇચ્છાથી પર છે, તરતમપણાથી પણ પર છે. એ જ રીતે પ્રભુનો ઉપદેશ પણ ધર્મના મિત્ર કે ધર્મના વૈરી પ્રત્યે સમાનભાવથી વહે છે. વરસાદ વ્યક્તિ, સમુદ્ર, નદી, તળાવ, રસ્તા આદિ પર નિસ્પૃહભાવથી ભેદભાવ રહિતપણે વરસે છે. એ વખતે જે વ્યક્તિ નહાવા ઇચ્છે છે તે ફક્ત નહાય છે, જે પાણી ભરવા ઇચ્છે છે તે પાણી એકઠું કરે છે. નદી પાણી એકત્રિત કરી વહાવે છે, સમુદ્ર એની રીતે પાણી સંકલિત કરે છે. આમ જેને જે કાર્ય કરવું હોય તેને તે કાર્ય કરવા દઈને વરસાદ સર્વત્ર સંતોષ ફેલાવે છે. આ જ રીતે પ્રભુની કલ્યાણમયી તથા નીરાગી વાણી