________________
શ્રી અરિહંતનો મહિમા
પ્રદેશના નિરાવરણપણાથી શરૂ થઈ ચોક્કસ આકાર ધારણ કરી સાતમા પ્રદેશના નિરાવરણપણા સાથે નિશ્ચિત રૂપ પામે છે.
૩૧. લાંછન લાંછન એટલે ચિહ્ન. પ્રત્યેક તીર્થંકર પ્રભુને લાંછન હોય છે. આ ચિહ્ન પ્રભુને જન્મ સમયથી છાતીના મધ્યભાગમાં લાગેલું હોય છે. પ્રભુનો આત્મવિકાસ જેમ જેમ થતો જાય છે તેમ તેમ તે આકૃતિ સ્પષ્ટ થતી જાય છે. અને કેવળજ્ઞાન પછી આ આકૃતિ એકદમ સ્પષ્ટ રીતે રેખાંકિત થાય છે. શ્રી અરિહંત પ્રભુએ ક્યા જન્મથી આત્માર્થે સાચો પુરુષાર્થ ઉપાયો છે તે જન્મની એંધાણી આ લાંછનથી મળે છે. ઉદા. ત. મહાવીર પ્રભુનું લાંછન સિંહ છે. તો એનો અર્થ એમ કરી શકાય કે મહાવીર પ્રભુએ સિંહના જન્મમાં આત્માર્થે સાચો પુરુષાર્થ શરૂ કર્યો હતો. પાર્શ્વનાથ પ્રભુનું સર્પનું લાંછન એ બતાવે છે કે તેમનો આત્માર્થે પુરુષાર્થ સર્પના જન્મમાં જાગ્યો હતો. પ્રભુએ જો મનુષ્ય જન્મમાં સાચો આત્માર્થે પુરુષાર્થ ઉપાડ્યો હોય તો જે નિમિત્ત હોય તે લાંછનરૂપે આવે છે જેમકે ચંદ્રમા, સ્વસ્તિક, કુંભ ઇત્યાદિ.
૩૨-૩૪. પાંત્રીસ પ્રકારનાં સત્યવચનથી ભરેલી પ્રભુની વાણી જ્ઞાનકલ્યાણકથી શરૂ કરી નિર્વાણ સમય સુધી પ્રભુનો આત્મા અનેકવિધ કલ્યાણ કરતો રહે છે. પ્રથમ દેશના વખતે મુખ્ય ગણધર – પ્રથમ ગણધર પ્રભુ પાસે દીક્ષા લે છે અને તેમનું ચાર જ્ઞાન સહિતનું ગણધરપદ ઉદયમાં આવે છે. તેઓ પ્રભુનો ધર્મસંદેશો જગતજીવોને ખૂબ પ્રેમથી અને કલ્યાણભાવ સાથે પહોંચાડે છે. ત્યારથી તેમનાં જિજ્ઞાસા સહિતના પ્રશ્નનાં નિમિત્તથી પ્રભુ દેશના પ્રકાશે છે. અને ઉદયાનુસાર એક પછી એક ગણધર શ્રી પ્રભુ પાસે દીક્ષિત થઈ કલ્યાણમાર્ગ વિસ્તારે છે, જેનો લાભ લાખો જીવો લે છે.
આવી અનેક જીવોને હિત કરનારી પ્રભુની વાણી ખૂબ જ અદ્ભુત અને કલ્યાણ વરસાવનારી હોય છે. તેમની વાણી સહુને પ્રિય લાગે તેવી, સહુનું એકાંતે કલ્યાણ