________________
કેવળી પ્રભુનો સાથ
૨૫. પ્રભુનાં નિમિત્તે જીવ સમસ્તને એક સાથે વેદાતી એક સમયની શાંતિ
ઉપર જોયા તે સાત પ્રસંગે અરિહંત પ્રભુનો કલ્યાણભાવ એટલો બધો પ્રબળ હોય છે કે તેના પ્રભાવથી અભવિ જીવો સહિતના તમામે તમામ જીવ એક સમય માટે પરસ્પર વેરનો ત્યાગ કરી શાંતિનું વેદન કરે છે. પ્રત્યેક અરિહંત પ્રભુના નિમિત્તે જીવ સાત વખત આવી શાંતિનું વેદન પામે છે, અને તે શાંતિ અન્ય કોઈ પણ જીવના નિમિત્તથી લોકના જીવો પામતા નથી. આમ આ અતિશય સ્વયં સિદ્ધ છે.
૨૬-૩૦. પ્રભુનાં પાંચ કલ્યાણક
શ્રી તીર્થંકર પ્રભુનો ચરમ દેહનો ગર્ભ પ્રવેશ, તે દેહનો જન્મ, દીક્ષા ગ્રહણ, કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને નિર્વાણ એ પ્રભુનાં પાંચ કલ્યાણક અને પાંચ દેવકૃત અતિશય છે. તેમના સિવાય આ પાંચ કલ્યાણક કોઈના પણ માટે દેવો ઉજવતા નથી. દેવો સહુ માટે જ્ઞાનકલ્યાણક અને નિર્વાણ કલ્યાણક ઉજવે છે, પરંતુ ગર્ભ, જન્મ અને દીક્ષા કલ્યાણક ઉજવતા નથી. આથી પ્રભુનાં આ પાંચે કલ્યાણક વિશેષરૂપ બની અતિશય ગણાય છે.
જ્યારે અરિહંત પ્રભુ નામકર્મ નિકાચીત કરે છે અને તે દેહનો ત્યાગ કરે છે ત્યારે દેવો તે માટે ઉત્સવ કરે છે, પરંતુ તે કલ્યાણક ગણાતાં નથી. એનું કારણ એ સમજાય છે કે આ બે સમયે કલ્યાણભાવ ઉત્કૃષ્ટ હોય છે, પણ તે પછીના કાળમાં તેમનાં કલ્યાણભાવમાં તીવ્રતા અને મંદતા આવ્યા કરે છે. પરંતુ ચરમ દેહના ગર્ભપ્રવેશ પછી આ ભાવમાં ક્યારેય મંદતા તેમને આવતી નથી. બલ્કે તેમના કલ્યાણભાવમાં ઉત્તરોત્તર બળવાનપણું અને વિસ્તૃતપણું થતાં જાય છે. તેમના કલ્યાણભાવની આ વર્ધમાનતા ગર્ભકાળથી શરૂ થઈ નિર્વાણ સુધી ચાલુ રહે છે તે સૂચવવા દેવો પાંચે કલ્યાણકોની ઉજવણી કરે છે. આવા ભાવના વર્ધમાનપણાને કારણે નિત્યનિગોદના જે જીવોના પ્રદેશો નિરાવરણ થતા જાય છે તેમનાં ભાવિનું ઘડતર તેઓના ત્રીજા
८८