________________
શ્રી અરિહંતનો મહિમા
અભવિ તે દાન પામતો નથી. આવું દાન આપવાની ક્રિયા એક વરસ સુધી ચાલે છે. આમ આ વરસીદાન એ એવા પ્રકારનો અતિશય છે કે જેમાં પ્રભુ તથા દેવો બંને નિમિત્તરૂપ હોય છે.
તે પેટીમાંથી પ્રભુ યાચકની માગણી અનુસાર રત્નાદિ આપતા હોય છે, પરંતુ માંગણી યાચકના ભાવિ અનુસાર થતી હોય છે. યાચકના ભાવિ અનુસાર થતી માંગણીથી જ પ્રભુ દાન આપે છે. તેની સૂક્ષ્મ સમજણ લેવાથી જબ્બર ગણિતાનુયોગની સમજણ આવી શકે છે.
આ રીતે એક વરસ પૂરું થાય ત્યારે લોકાંતિક દેવો આવી, પ્રભુને વંદન કરી, તેમને દીક્ષા લેવાનો યોગ આવ્યાની વિનંતી કરે છે. પ્રભુને પોતાના જ્ઞાનમાં દીક્ષાયોગ જણાતો હોય છે, પણ આજ્ઞાના મહાભ્યને જાળવવા આ વિધિ દશાવાન દેવો દ્વારા કરવામાં આવે છે. આ દેવોની વિનંતિથી પ્રભુ સર્વસંગ પરિત્યાગ કરવાની તૈયારી કરે છે.
૨૪. સાત ચકપ્રદેશની પ્રાપ્તિ શ્રી અરિહંત પ્રભુએ જીવ સમસ્તના કલ્યાણના ભાવ પ્રબળપણે ઘણા ભવો સુધી કર્યા હોય છે; અને તેના પ્રભાવથી નિત્યનિગોદના અમુક જીવો તેમનાં નિમિત્તે રુચક પ્રદેશ મેળવવા ભાગ્યશાળી થાય છે. નિત્યનિગોદમાં જીવો સંપૂર્ણતયા અવરાયેલા હોય છે, તેમાંથી જે સંખ્યાતા જીવોને યોગ આવે તેમના એક પછી એક કરીને સાત પ્રદેશ સિદ્ધ ભગવાન જેવા પૂર્ણ શુદ્ધ થાય છે. આ પ્રદેશો રુચક પ્રદેશ તરીકે ઓળખાય છે. પ્રભુ તીર્થકર નામ કર્મ નિકાચીત કરે ત્યારે, તે દેહ ત્યાગે ત્યારે, ચરમ દેહના ગર્ભ પ્રવેશ વખતે, જન્મ સમયે, દીક્ષા સમયે, કેવળજ્ઞાન પ્રગટે ત્યારે અને સિદ્ધ થાય ત્યારે એમ સાત પ્રસંગે, સાત પ્રદેશ શુધ્ધ થાય છે. અને સિદ્ધ થતા આત્માના પ્રભાવથી આઠમો પ્રદેશ શુધ્ધ કરી છેતરનિગોદમાં તે જીવ પૃથ્વીકાયરૂપે પરિભ્રમણ શરૂ કરે છે. આ શ્રી તીર્થંકર પ્રભુનો સ્વયં પ્રભાવિત અતિ બળવાન અતિશય છે, જે જગતજીવોની જાણમાં સહેલાઈથી આવી શકતો નથી.