________________
કેવળી પ્રભુનો સાથ
રહે છે. રાજ્ય ચલાવવાની કેટલીક જવાબદારી પણ તેઓ લેતા હોય છે. અને પ્રભુને પોતાની નિર્લેપતા તથા નિસ્પૃહતા વધારતા જવાના પ્રયત્નોમાં મદદગાર થવા પણ તેઓ સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. આમ પ્રભુ દેવોની અનેકવિધ મદદ પણ નિસ્પૃહભાવથી ભોગવતા હોય છે, અને એ દ્વારા પૂર્વોપાર્જિત શતાવેદનીય કર્મ નિર્જરાવતા હોય છે. આમ સંસારકાળ ભોગવતા ભોગવતી દીક્ષા લેવાને એક વર્ષ બાકી રહે ત્યારે પ્રભુને વૈરાગ્યના ઉત્કૃષ્ટ ભાવ વર્તવા માંડે છે.
આ કાળમાં પ્રભુ સાતમા ગુણસ્થાનના ઉત્તર વિભાગમાં વર્તતા હોય છે, જેથી તેમનો વૈરાગ્ય અદ્ભુત હોય છે. આવા દશાના ભાન સાથેના પસાર થતા દિવસોમાં ‘સંધ્યા' તેમને માટે જીવન પરિવર્તનનું નિમિત્ત બને છે. ખીલેલી સંધ્યાનું અવલોકન કરતાં તેમના મનમાં ‘સૂર્યના અસ્ત'ના વિચારો આવે છે. અને તેના અનુસંધાનમાં જીવનનું નાશવંતપણું ટાળવા માટે પ્રબળ પુરુષાર્થ થવાનો નિશ્ચય તેમને પ્રગટે છે. તેથી તેમની પાસે જે કંઈ પૌગલિક ભૌતિક સંપત્તિ હોય તેનો ત્યાગ કરવાના ભાવ પ્રબળ બને છે, અને તેઓ નિર્ણય કરે છે કે બીજા જ દિવસથી જે કોઈ જીવ પોતાની પાસે પુદ્ગલની સમૃદ્ધિ ઇચ્છે તેને તેનું દાન કરી સમૃદ્ધિથી વ્યાવૃત્ત થતા જવું. અને સર્વ વૈભવનું દાન થઈ રહે ત્યારે દીક્ષા તથા ચારિત્ર ગ્રહણ કરી શ્રેષ્ઠ પદ મેળવવું. આ નિશ્ચય બળવાન થતાં તેમનો આત્મા ઉપરાપર ત્રણ વખત શુક્લધ્યાનનો સ્પર્શ પામે છે. અને તેમના આવા પુરુષાર્થથી પ્રભાવિત થઈ દેવો તેમને પ્રગટપણે વાંદવા આવે છે. દેવોને પોતાનો નિર્ણય જણાવી પ્રભુ તેમને ધન્ય કરે છે. પ્રભુને વાંદી દેવો દેવલોકમાં પાછા ફરે છે અને તે પછીથી આશ્ચર્યની પરંપરા સર્જાય છે.
જે જગ્યાએ દેવો પ્રભુને વાંદે છે તે જગ્યાએ એક વિશાળ ચાંદીની પેટી દેવો મૂકે છે, તે પેટીમાં અનેક લક્ષણો કોતરાયેલાં હોય છે. આ પેટીમાં અનેક પ્રકારનાં રત્નો તથા સુવર્ણાદિ કિંમતી ધાતુ હોય છે. દેવોની વિનંતિને માન આપી પ્રભુ તેમાંથી દાન આપવાનું શરૂ કરે છે. દિવસ દરમ્યાન પેટી જેટલી ખાલી થઈ હોય તે ફરીથી રાત્રે ભરાઈ જાય છે. આ દાન નિયમપૂર્વક ભવિ જીવોના જ હાથમાં જાય છે. નિત્ય
८६