________________
શ્રી અરિહંતનો મહિમા
ભાવ અતિ ઉત્તમ તથા અતિ પ્રબળ હોય છે. એ વખતે તેમને કર્માનુસાર અમુક માત્રામાં જ્ઞાનાવરણ પણ ઉદયમાં હોય છે. આથી તેમના કલ્યાણભાવ અને આવરણ વચ્ચે સંઘર્ષ થાય છે, તેથી તે જીવ અમુક પ્રકારની ઇષ્ટ મુંઝવણ વેદે છે. તેને લીધે તેમને એવાં નવીન કર્મનો બંધ થાય છે કે જેનાં ફળરૂપે ભાવિમાં આ જાતનાં જ્ઞાનાવરણ અને જ્ઞાનાવરણ તોડવાની અંતરાય ક્ષીણ થઈ જાય. આના પ્રભાવથી મનુષ્યજન્મના પહેલા સમયથી જ તેમને ત્રણ જ્ઞાન પ્રવર્તે છે. આ ત્રણે જ્ઞાન તેમને વય વધવાની સાથે વધતાં જાય છે. તેમને કલ્યાણના ભાવ જેટલા બળવાન હોય, અને જેટલા વધારે જીવો સાથે શુભ ઋણાનુબંધ હોય તેટલા વધારે જીવોનું કલ્યાણ તેમના થકી થાય છે.
મતિ અને શ્રુતજ્ઞાનની વધતી નિર્મળતાને કારણે પ્રભુને ઘણાં ઘણાં રહસ્યો સ્મૃતિમાં હોય છે, તેથી બાળસહજ ચેષ્ટામાં પણ પોતે કર્મના પાશમાં વિશેષ ન બંધાય એવી રીતે પ્રભુ વર્તે છે. પ્રભુ પોતાને વર્તતા ત્રણ જ્ઞાનના આધારથી પૂર્વની ઘણી ઘણી સ્મૃતિ ત્વરાથી લઈ, સંયમમય ચારિત્ર પાળે છે અને યોગ આવ્યેથી દીક્ષા લઈ ચોથું જ્ઞાન પ્રગટાવે છે.
બાળવયે પણ તેમનું પીઢપણું અન્ય જીવોને ખૂબ આકર્ષે છે. અને તેમની પાસેથી ઘણા જીવો ઘણું ઘણું ગ્રહણ કરે છે. તેથી જ્યારે તેઓ દીક્ષા લેવા તત્પર થાય છે ત્યારે મોટો જનસમૂહ તેમની સાથે દીક્ષા લેવા પ્રેરાય છે. દીક્ષા વખતના તેમનાં ઉત્કૃષ્ટ વૈરાગ્યભાવ અને કલ્યાણભાવને કારણે ચોથું મન:પર્યવ જ્ઞાન તેમને ખીલે છે, અને દીક્ષા પછીનાં તેમનાં ઉત્તમ આરાધનને કારણે પાંચમું કેવળજ્ઞાન પ્રગટ થાય છે.
૨૩. વરસીદાન
શ્રી અરિહંત પ્રભુના જન્મ પછી તેમની સંભાળ લેવા માટે દેવો સતત પ્રયત્નશીલ હોય છે. તેમને પ્રભુની સેવા કરવાના ભાવ એટલા બધા ઉલ્લસિત હોય છે કે તેઓ પ્રભુનાં વસ્ત્રો, આભુષણો આદિ દેવલોકમાં તૈયા૨ કરાવી પૃથ્વી પર મોકલતા
૮૫