________________
કેવળી પ્રભુનો સાથ
મહતું પુણ્યોપાર્જન કરે છે. આ દેવદુંદુભિ એ રીતે પૂર્ણતાએ પ્રભુનો દેવકૃત અતિશય છે.
૨૨. ગર્ભકાળથી ત્રણ જ્ઞાન શ્રી અરિહંત પ્રભુનો જીવ ગર્ભમાં આવે છે ત્યારથી જ પોતાના પુરુષાર્થ તથા વીર્યના જોરથી ગર્ભની અસહ્ય વેદનામાં પણ મુછિત ન થતાં, મતિ, શ્રુત તથા અવધિજ્ઞાન સાથે રહી કર્મને ભયંકર પરાજય આપે છે. આ પ્રભુનો સ્વયં પ્રગટતો અતિશય છે. સામાન્ય મનુષ્યબાળ સતત નવ માસ મુછિત અવસ્થામાં પસાર કરે છે. ત્યાં અરિહંત બાળ સજાગ રહી ત્રણ જ્ઞાનને વિશેષપણે અવધારે છે. આવાં વીર્ય તથા પુરુષાર્થ અન્ય કોઈ પણ જીવ ધરાવતો નથી. આથી અરિહંતપ્રભુ જેવી અવધિજ્ઞાનની નિર્મળતા અન્ય જીવોને સામાન્યપણે હોતી નથી. જન્મ પછી પ્રભુને આ ત્રણે જ્ઞાનની નિર્મળતા વધતી જાય છે. તેમને દીક્ષા લેતી વખતે ચોથું મન:પર્યવ જ્ઞાન વિશેષતાએ વધે છે. અને આ ચારે જ્ઞાન ઉત્કૃષ્ટપણું ધારણ કરી કેવળજ્ઞાનમાં સમાઈ જાય છે.
બધા જીવો કેવળજ્ઞાન લેતાં પહેલાં અવધિ કે મન:પર્યવ જ્ઞાન પ્રગટાવે તેવો નિયમ નથી. મતિ અને શ્રુતજ્ઞાનની નિર્મળતાના આધારે જીવ કેવળજ્ઞાન પામી શકે છે. કેટલાક આત્મા મતિ, શ્રુત અને અવધિજ્ઞાન સાથે કેવળજ્ઞાન ધારણ કરે છે, કેટલાક મતિ, શ્રુત અને મન:પર્યવજ્ઞાન સાથે કેવળજ્ઞાન પામે છે તો કેટલાક મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ સાથે કેવળજ્ઞાન પ્રગટાવે છે. સહુના ક્ષયોપશમ અને પુરુષાર્થને આધારે અવધિ મન:પર્યવની પ્રાપ્તિ અપ્રાપ્તિ આધાર રાખે છે. શ્રી અરિહંત અને ગણધરને નિયમપૂર્વક આ ચાર જ્ઞાન હોય છે, પછી તેઓ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે છે, અને તેમના સિવાયના અલ્પ સંખ્યાના જીવો ચારજ્ઞાન સાથે કેવળજ્ઞાન પામે છે.
પ્રભુને જન્મથી ત્રણ જ્ઞાનનું ધારવાપણું હોય છે, તેનાં મૂળ ઊંડા હોય છે. જે સમયે પ્રભુનો આત્મા તીર્થંકર નામકર્મ નિકાચીત કરે છે તે સમયે તેમને કલ્યાણના