________________
શ્રી અરિહંતનો મહિમા
તે સ્વાભાવિક છે. પ્રભુને જન્મથી જ શ્વેત લોહી તથા માંસ હોય છે. આમ થવાનું બીજું કારણ તેમનાં શરીરમાં સતત વહેતા સુધારસનું બહુલપણું પણ છે. શ્વેત લોહીમાં ગુણ અપેક્ષાએ લાલ લોહી કરતાં વિશેષ ગુણો રહેલા છે. લાલ લોહી એ સંસારની આસક્તિ અને ઉદય સૂચવે છે, તે જેમ જેમ નીકળતાં જાય તેમ તેમ તેમાં સુધારો થઈ શ્વેતતા છવાતી જાય છે. અને આત્મા સુધારસમાં જેમ જેમ વિશેષ તરબોળ થતો જાય તેમ તેમ શ્વેતતા વધે છે. આ કારણથી કેવળીપ્રભુનું લોહી શ્વેત બને છે. લોહીના રંગનો આ ફેરફાર ક્ષેપક શ્રેણિમાં થાય છે.
૨૧. દેવદુંદુભિ શ્રી અરિહંત પ્રભુની દેશના છૂટવાના સમયની જાણકારી દેવોને અવધિજ્ઞાનથી આવે છે. દેશના પહેલાના થોડા કાળે તેમને દેશનાના સમયની તથા સ્થળની જાણકારી મળે છે. તેનાથી તે દેવો ખૂબ પ્રસન્ન અને ઉત્સાહી થાય છે. પ્રભુની દેશનાનાં સ્થળ તથા કાળની જાણકારી સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યોને મળે અને તેઓ દેશનાનો યથાયોગ્ય લાભ પામે એવી શુભભાવનાથી પ્રેરાઈ દેવો આકાશમાં દેવદુંદુભિ વગાડે છે.
દેશનાના સમય પહેલાં બે ઘડીએ એક બાજુ તેઓ સહુ મળી સમવસરણની રચના શરૂ કરે છે, અને બીજી બાજુ દેવદુંદુભિ વગાડી લોકો સમક્ષ પ્રભુનાં ગુણગાન કરે છે, અને તેઓને દેશનાનાં સ્થળ તથા કાળની જાણકારી આપે છે. સહુને પ્રભુની દેશનાનો યોગ્ય રીતે લાભ લેવા સૂચના કરે છે. આવો દેવદુંદુભિનો નાદ સાંભળી દેશનાનો લાભ લેવા લોકો સમવસરણ પ્રતિ જાય છે. આ દુંદુભિથી એવો નાદ પ્રસારિત થાય છે કે જેથી સાંભળનારની વૃત્તિઓ અમુક પ્રમાણમાં શાંત થતી જાય છે. તેઓને સ્વકલ્યાણ કરવાનો ભાવ જાગ છે તથા વધતો જાય છે. પરિણામે તેમના પ્રભુ પ્રતિના પૂજ્યભાવમાં વધારો નોંધાય છે. આ રીતે દેવોને પોતાનાં અવધિજ્ઞાનથી પ્રભુની દેશના બાબત જે જાણકારી મળી હોય છે, તે જાણકારી દુંદુભિના સાધન દ્વારા અન્ય તિર્યંચો તથા મનુષ્યોને આપી, પરોપકાર કરી પોતે
૮૩