________________
કેવળી પ્રભુનો સાથ
ઊગતા જ નથી. તેમનો આથી બીજી વખત લોચ કરવાનો પ્રસંગ જ આવતો નથી. આ તેમનો સ્વયં ઉપજતો અતિશય છે.
આ જ પ્રમાણે પ્રભુને હાથ અને પગના નખ વધતા નથી, તેથી તેમને નખ કાપવાનો પ્રસંગ જ આવતો નથી. આ પણ તેમને સ્વયં નીપજતો અતિશય છે. દેહાધ્યાસ ક્ષીણ થયો હોવાથી અને રતિ – અરિત નોકષાયની અતિ અલ્પતા હોવાને કારણે આવા અતિશયો પ્રભુને પ્રગટે છે.
૨૦. લોહી માંસની શ્વેતતા
સામાન્ય રીતે સહુ સંશી પ્રાણીઓનાં લોહી તથા માંસ લાલ રંગના હોય છે. તિર્યંચ અને મનુષ્યનાં લોહીમાંસ ખુલતા લાલ રંગનાં હોય છે, નારકીનાં લોહીમાંસ કાળાશભર્યા લાલ રંગનાં હોય છે. અને દેવોનાં લોહીમાંસ ગુલાબી ઝાંયવાળા લાલ રંગનાં હોય છે. જીવોના લોહીમાંસના રંગની ઘેરાશ તેને વર્તતા અશુભકર્મની ત૨તરમતા પ્રમાણે થાય છે. જેમ જેમ ઘાતીકર્મોની તીવ્રતા સાથે અશુભ કર્મના ઉદય વધારે તેમ તેમ તેનાં લોહીમાંસ ઘેરાં રંગના થતાં જાય છે, અને જેમ જેમ ઘાતીકર્મની મંદતા સાથે શાતા વેદનીયરૂપ શુભ કર્મના ઉદય વધારે તેમ તેમ તેમનાં લોહીમાંસ આછા રંગના થતાં જાય છે. અર્થાત્ દેહાધ્યાસના ઉદયની માત્રાની વિશેષતા સાથે લોહીનો રંગ સંબંધ ધરાવે છે.
વળી જેમ જેમ જીવો પોતાના આત્મપ્રદેશોનો સ્થૂળ પુદ્ગલના પરમાણુઓ સાથેનો સંબંધ છોડતા જાય છે, પોતાના પ્રદેશોને દેહના સ્થૂળ પરમાણુના સંપર્કથી દૂર કરતા જાય છે તેમ તેમ તેમના લોહીમાંસની લાલાશ ઘટતી જાય છે, કાળાશ રહેતી નથી અને લોહીનો રંગ બદલાતો જાય છે.
આ પ્રક્રિયા પરથી આપણે સમજી શકીએ કે તીર્થંકર પ્રભુ કે જેમને બળવાન શુભ કર્મનો ઉદય હોય છે, અશુભ કર્મો માત્ર અશાતા વેદનીય રૂપે જ આવે છે, ઘાતીકર્મોનું તેમને અતિ મંદપણું હોય છે, તેમને લોહીનો રંગ તથા માંસનો રંગ શ્વેત થઈ જાય
૮૨