________________
શ્રી અરિહંતનો મહિમા
ફેલાવો કરવાનો છે એનું સૂચન સ્વસ્તિકની રચનામાં મળે છે. ૐૐ એ બોધનું પ્રતિક છે. ઓમ સ્વસ્તિક પછી રચાય છે તે એ સમજાવે છે કે પૂર્ણતા આવ્યા પછી જ પ્રભુએ સેવેલો કલ્યાણભાવ સાકાર થશે. તીર્થંકર પ્રભુ પૂર્ણતા આવ્યા પછી જ ઉપદેશ આપવા ઇચ્છે છે કેમકે છદ્મસ્થ અવસ્થાની અપૂર્ણતા અન્ય જીવોને પસાર થાય તે તેમને રુચિકર હોતું નથી. તેઓ છેલ્લી વાર સંજ્ઞી પંચેન્દ્રિય થાય છે ત્યારે અઢળક જ્ઞાન શમાવવાની શક્તિ મેળવી લે છે. તેમની આ મહાનતાને બિરદાવવા માટે દેવો લોકોપકારક બની એમના ૐૐ ધ્વનિરૂપ મંગળનાદને એક જોજન સુધી ફેલાવે છે. શ્રી તીર્થંકર પ્રભુનો જીવ પહેલીવાર એકેંદ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય સુધી વિકસે છે ત્યારે તેમને વિકાસ માટે તીર્થંકર અથવા ભાવિ તીર્થંકરનું નિમિત્ત મળે છે, એ જ રીતે છેલ્લા આવર્તનમાં એકથી સંશી પંચેન્દ્રિય સુધી વિકાસ માટે પણ તેમને તીર્થંકર કે ભાવિ તીર્થંકરનું નિમિત્ત મળતું હોવાથી તેમનું વીર્યોપાર્જન ખૂબ સબળ હોય છે.
આ પરથી તારણ કાઢતાં આપણને સમજાય છે કે તીર્થંકર પ્રભુથી જે જીવ નિત્યનિગોદમાંથી નીકળી ઇતર નિગોદમાં આવે છે ત્યારથી પહેલીવાર તે જીવ સંજ્ઞીપંચેન્દ્રિય થાય છે ત્યાં સુધી તેને વિકાસના પ્રત્યેક પગથિયે તીર્થંકર કે ભાવિ તીર્થંકરનું નિમિત્ત મળે છે. તે પછીથી ચડઊતર સામાન્ય જીવો જેવી જ થયા કરે છે. અને તેમના છેલ્લા આવર્તનમાં તેમનો જીવ એકેંદ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય થાય છે ત્યાં સુધી તેમને તીર્થંકર અથવા ભાવિ તીર્થંકરનું નિમિત્ત મળે છે, જેના થકી તેમને ખૂબ વીર્યદાન મળે છે. અને એ જ રીતે તેમના પરમાર્થના વિકાસમાં પણ અંતર્વૃત્તિસ્પર્શથી પ્રત્યેક વિકાસનાં પગલે તેમના જીવને તીર્થંકર અથવા ભાવિ તીર્થંકરની સહાય મળતી હોવાથી તેઓ પોતે તીર્થંકર પદ ઉપાર્જન કરી સર્વ વિકાસ સાધે છે. આ પણ તેમના જીવનનો એક પ્રકારનો અતિશય કહી શકાય.
૧૮,૧૯. પ્રભુને વાળ તથા નખ ન વધવા
શ્રી તીર્થંકર પ્રભુને જન્મથી જ માથા પર ઘણા અલ્પ વાળ હોય છે. જ્યારે તેઓ દીક્ષા લે છે ત્યારે રહ્યાસહ્યા એ વાળનો લોચ કરે છે, અને તે પછીથી તેમને માથા પર વાળ
૮૧