________________
કેવળી પ્રભુનો સાથ
બીજી ઇન્દ્રિય છે રસના. તેનો જય સૂચવવા અમૃતવર્ષા થાય છે. પ્રભુનો જીવ જ્યારે પહેલી વખત બેઇન્દ્રિય થાય છે ત્યારે અને છેલ્લી વખત બેઇન્દ્રિય થાય છે ત્યારે તેને પોતાના રુચક પ્રદેશથી ફરીથી ૐ ની આકૃતિ રચાય છે, અને તેમના સમાન અન્ય જીવો કરતાં અલ્પાંશે દેહાત્મબુદ્ધિ ઓછી હોવાથી એટલી વિશેષ શાતા વેદે છે. આ આકૃતિના અને શાતાના બળથી અન્ય એકેંદ્રિય જીવો તથા બેઇન્દ્રિય જીવો પોતાની ૐ ની આકૃતિ રચવામાં જરૂરી સહાયતા મેળવી શકે છે. કેટલીક વખત ચરમ જન્મમાં પ્રભુના અંગુઠામાંથી પણ અમૃત વરસે છે તેનું કારણ પણ રસનાજય સમજાય છે.
ત્રીજી ઇન્દ્રિય ધ્રાણેન્દ્રિય છે. આ ઇન્દ્રિય પરનો પ્રભુનો વિજય ગુલાબ તથા સુખડની સુગંધના પમરાટથી સૂચવાય છે. પ્રભુનો જીવ જ્યારે પહેલીવાર અને છેલ્લીવાર ત્રણ ઇન્દ્રિય મેળવે છે ત્યારે તેમના રુચક પ્રદેશો ૐની આકૃતિ અને સ્વસ્તિકની આકૃતિ પણ રચે છે. તે વખતે તેમના જીવથી ઘણાં શુભ કર્મો બંધાય છે; અને અન્ય જીવોને યોગ્ય આકૃતિ રચવામાં તે શુભભાવ સહાયરૂપ થાય છે. તે જીવ છેલ્લી વખતની ત્રીજી ઇન્દ્રિયની પ્રાપ્તિ વખતે દેહની લુબ્ધતામાં ન ફસાતાં શુભભાવમાં જાય છે તેથી તેના ફળ રૂપે પૂર્ણ થાય ત્યારે આ અતિશય પ્રગટે છે.
ચોથી ઇન્દ્રિય છે ચક્ષુ ઇન્દ્રિય. આ ઇન્દ્રિય પરના વિજયને સૂચવનાર અતિશય છે પુષ્પવૃષ્ટિ. પ્રભુનો જીવ પહેલી વાર અને છેલ્લી વાર ચડતી વખતે ચોથી ઇન્દ્રિય આંખ મેળવે છે ત્યારે તેના રુચક પ્રદેશો ૐની આકૃતિમાં ગોઠવાઈ જાય છે. અને તેનાથી અંતિમ ભવમાં જે ઇન્દ્રિય વિજય તેમને થાય છે તેનું અને તેમના પુરુષાર્થની ત્વરાનું પ્રતિનિધિત્વ પુષ્પવૃષ્ટિ કરે છે.
પાંચમી શ્રવણેદ્રિય છે. તે ધ્વનિ અને વાણીનું કારક છે. આવી શ્રવણેન્દ્રિય મુખ્યતાએ સંજ્ઞી પંચેન્દ્રિય જીવને જ હોય છે. તેથી તેનું મહાભ્ય સૌથી વિશેષ કહ્યું છે. શ્રી અરિહંત પ્રભુનો જીવ પહેલી વખત અને છેલ્લા આવર્તનના પંચેન્દ્રિયપણાના પહેલા ભવમાં શ્રવણેન્દ્રિય મેળવે છે ત્યારે તેમના રુચક પ્રદેશોથી પહેલા સ્વસ્તિક (F) અને પછી તરત જ ઓમ (ૐ) રચાય છે. આમાંથી નીપજતી શુભભાવનાના જોરથી તેઓ આગળ વધતા જઈ મૌનપણે કલ્યાણભાવ સેવતા જાય છે. ચોમેર ધર્મનો
૮૦