________________
શ્રી અરિહંતનો મહિમા
તો તે પ્રભુની નજીકમાં બેસીને જ વાણી સાંભળે છે એવો અનુભવ તેને સતત રહેતો હોય છે.
દેવો પોતાની ઋદ્ધિથી દેશના વખતે એવી રચના કરે છે કે જેથી ૐ ધ્વનિનાં પરમાણુઓ ગણતરીના સમયમાં એકસરખી ગતિથી અને એકસરખી માત્રામાં આખા સમવસરણમાં ફરી વળે છે. અને સહુ જીવોને દેશનાનો એક સરખો લાભ, પોતપોતાની દશાના અનુસંધાનમાં મળતો રહે છે. આમ સમવસરણના એક જોજનના ક્ષેત્રમાં સર્વ પાત્ર જીવો આ વાણીનો લાભ લઈ શકે છે. અપાત્ર જીવ સમવસરણમાં પ્રવેશતા નથી.
પ્રભુના અતિશયોનો વિચાર કરતાં સમજાય છે કે પુષ્પવૃષ્ટિ, અમૃતવર્ષા, સુગંધ, સુખરૂપ ૠતુ અને ૐ ધ્વનિ એ પાંચ અતિશયો જીવની પાંચે ઇન્દ્રિયોને સુખ તથા શાતા આપનાર ભાસે છે. પાંચે ઇન્દ્રિયો પર અદ્ભુત વિજય મેળવનાર શ્રી પ્રભુનાં નિમિત્તે આ અતિશયો સર્જાય છે.
ચરમ ભવમાં શ્રી અરિહંત પ્રભુ પાંચે ઇન્દ્રિયોનો પૂર્ણતાએ સંયમ કરે છે. આ સંયમ લેવાનાં મૂળ તે પહેલાનાં ઘણાં લાંબા ગાળે નંખાયેલા હોય છે. પ્રભુનો જીવ જ્યારે પહેલી વાર ઇતર નિગોદમાં પૃથ્વીકાયરૂપે આવે છે ત્યારે જેના નિમિત્તથી તેઓ નિત્યનિગોદની બહાર નીકળ્યા હોય છે તે તીર્થપ્રભુના નિમિત્તથી તેમના આઠ રુચક પ્રદેશની આકૃતિ પહેલાં ૐૐ રૂપ અને પછીથી સ્વસ્તિક () રૂપ થોડા સમય માટે ધારણ કરે છે. ભાવિ તીર્થંકર સિવાય કોઈ પણ આત્માના રુચક પ્રદેશની આકૃતિ પૃથ્વીકાયમાં ઓમ અને સ્વસ્તિકરૂપ એક સાથે બનતી નથી. આ અનન્ય પ્રક્રિયાનું પરિણામ એ આવે છે કે પ્રભુના જીવાત્માના રુચક પ્રદેશથી આ આકૃતિઓ રચાય છે ત્યારે તેઓ તેમની સમાન કક્ષાના જીવો કરતાં વિશેષ શાતાનું વેદન કરે છે. પરિણામે તે શાતાના પ્રભાવથી તેમની આસપાસના જીવો પણ રુચક પ્રદેશથી ૐ આકૃતિ સર્જવા ભાગ્યશાળી થાય છે. આ પહેલી ઇન્દ્રિયના વિજયના ચિહ્નરૂપે ચરમ દેહના કાળમાં સુખરૂપ ૠતુ પ્રવર્તે છે. આમ થવાનું કારણ એ છે કે ઓમ અને સ્વસ્તિકની રચના કરતી વખતે તેમની દેહાત્મબુદ્ધિ અન્ય જીવો કરતાં અલ્પાંશે અલ્પ હોય છે.
૭૯