________________
કેવળી પ્રભુનો સાથ
શ્રી પ્રભુની દેશનામાં ૐ ધ્વનિ તેમના આખા દેહમાંથી છૂટે છે. ૐ ધ્વનિ એ પંચપરમેષ્ટિ ભગવંતના (પાંચે ભગવંતે ભાવેલા) કલ્યાણભાવના પરમાણુઓને એકઠા કરી શ્રી તીર્થકર પ્રભુએ સરજેલા કલ્યાણનાં પરમાણુનો પિંડ હોય છે. તે પિંડ વાચાવર્ગણાનું રૂપ ધારણકરી પ્રગટ થાય છે. આમ ૐ ધ્વનિ એ પંચપરમેષ્ટિ ભગવંતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં શ્રી અરિહંતનો “અ”, સિદ્ધપ્રભુ એટલે અશરીરીનો “અ”, આચાર્યનો ‘આ’, ઉપાધ્યાયજીનો ‘ઉ' અને સાધુસાધ્વી અર્થાત્ મુનિનો ‘મુ” એકત્રિત થઈ (ચાર સ્વરને એક વ્યંજન સાથે ઉચ્ચારવાથી) “ઓમ્” શબ્દ બને છે. આ પાંચે પ્રભુનો કલ્યાણભાવ શ્રી તીર્થંકર પ્રભુમાં એકત્રિત થઈ પિંડરૂપ બની, પંચપરમેષ્ટિની આજ્ઞા લઈ ધ્વનિરૂપે પ્રસારિત થાય છે. જ્યારે ૐ ધ્વનિ છૂટે છે ત્યારે તેનો વિસ્ફોટ થાય છે, અને પાંચે પ્રભુના કલ્યાણભાવ અલગ પડે છે. દેશના સાંભળનાર જીવ પોતપોતાની દશા તથા જિજ્ઞાસા અનુસાર તે પંચપરમેષ્ટિના ચડઊતર કલ્યાણભાવને ઝીલી ભેટરૂપે સ્વીકારે છે. તે જીવને પોતાના વિકાસ માટે જે પંચપરમેષ્ટિનો કલ્યાણભાવ વિશેષ ઉપકારી થાય તે પદના કલ્યાણભાવનો સ્વીકાર થાય છે, અને તેની સાથે પોતાના આત્મપ્રદેશનું અનુસંધાન કરી પોતાના પ્રશ્નનું સમાધાન તથા પોતાને યોગ્ય માર્ગદર્શન મેળવી લે છે. આમ સમવસરણી પ્રત્યેક જીવ પોતપોતાની ભાષામાં પોતાને યોગ્ય કલ્યાણનાં પરમાણુઓ તથા માર્ગદર્શન મેળવી ધન્ય થાય છે. શ્રી પ્રભુના કલ્યાણભાવને કારણે સ્વયં પ્રગટતો આ સર્વોત્તમ અતિશય છે.
૧૭. પ્રભુની વાણીનું અનન્યપણું દેશના વખતે પ્રભુમાંથી છૂટતી ૐ ધ્વનિરૂપ વાણી એક જોજનના વિસ્તારમાં યથાર્થતાથી એક સરખી રીતે સાંભળી શકાય છે, તે પ્રભુની વાણીનો દેવકૃત અતિશય છે. આ વાણીની ખૂબી એ છે કે જીવ પ્રભુની નજીક હોય કે દૂર હોય, પણ તેને આખા સમવસરણમાં એક જ લય અને સ્વરની એકસરખી ઉચ્ચતા સાથે સંભળાય છે. ક્યાંક મોટેથી સંભળાય અને ક્યાંક ધીમેથી સંભળાય એવું ક્યારેય બનતું નથી. આખા સમવસરણમાં કોઈ પણ જગ્યાએ બેસીને જીવ પ્રભુની વાણી સાંભળતો હોય
૭૮