________________
કેવળી પ્રભુનો સાથ
તો બીજી બાજુ ક્રોધ, માન, માયા, લોભાદિ કષાયરૂપ જે આંતરશત્રુઓ છે, જેને કારણે પોતે સ્વસ્વરૂપના અનુભવથી વંચિત રહે છે, તેની તેને સમજણ આવતાં તે સ્વરૂપઘાતક કષાયોથી બચવા ઉદ્યમી થાય છે. અને ગુરુના આશ્રયે ક્ષમા, માવ, આર્જવ, શૌચ આદિ ગુણો ખીલવી સ્વરૂપાનુસંધાન કરવા પુરુષાર્થી થાય છે. જે કષાયોના કારણે તે સ્વરૂપથી વિખૂટો પડયો છે તેનો નાશ કરવા તે નિશ્ચયી થાય છે. પરિણામે સંજ્ઞીપંચેન્દ્રિય જીવોથી શરૂ કરી સૂક્ષ્મ અપર્યાપ્ત જીવોની હિંસાથી અને મુષ્ટિ પ્રહારથી માંડીને પ્રાણહરણ પર્વતના તમામ હિંસાચારને ત્યાગવાની ભાવના કરે છે. આ હિંસા ત્રિયોગથી એટલે કે મન, વચન તથા કાયાના યોગનાં કારણથી ન થાય તે માટે સાવચેતી કેળવતો જાય છે. કોઈ જીવને મારન, તાડન, કે અન્ય પ્રકારનું કષ્ટ આપે નહિ તે કાયાથી પાળેલી અહિંસા ગણી શકાય. કોઈને દુઃખ થાય, અશાંતિ થાય કે પીડા થાય તેવાં વચન બોલે નહિ, જે કંઈ બોલે તે ઇષ્ટ, મિષ્ટ અને શિષ્ટ હોય એ તેણે વચનથી પાળેલી અહિંસા કહી શકાય. એ જ રીતે મનથી પણ કોઈના માટે અશુભ વિચારણા કરે નહિ, કોઈનું અશુભ થાય તેવું ચિંતવન પણ કરે નહિ, સહુ માટે શુભ થાય એવી કલ્યાણભાવના સેવ્યા કરે તે મનથી રાખેલી અહિંસા છે. આમ માર્ગમાં આગળ વધવા તે જીવ સ્થૂળથી સૂક્ષ્મ અહિંસા પાલન કરવા માટે વધારે ને વધારે પ્રયત્ન કરતો જાય છે.
ધૂળમાંથી સૂક્ષ્મ અહિંસા તરફ પ્રગતિ કરવામાં જીવને ઉત્તમ ક્ષમા, માદેવ, આર્જવ અને શૌચ એ ચાર ગુણો અથવા લક્ષણો ખૂબ ખૂબ મદદ કરનાર થાય છે.
ઉત્તમ ક્ષમા ક્ષમા એ આત્માનો સ્વભાવ છે. ક્ષમા- સ્વભાવી આત્માના આશ્રયે આત્મામાં જે ક્રોધનાં અભાવરૂપ શાંતિ પ્રગટ થાય છે તેને પણ ક્ષમા કહે છે. આત્મા જો કે ક્ષમાભાવવાળો છે, છતાં અનાદિકાળથી આત્મામાં ક્ષમાના અભાવરૂપ ક્રોધ પર્યાય પ્રગટપણે વિદ્યમાન છે. વળી અનાદિથી આજ સુધી આ આત્મા કદી ક્ષમાદિ
૧૨૨