________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
સ્વભાવરૂપે પરિણમ્યો નથી, ક્રોધાદિ વિકારરૂપે જ પરિણમ્યો છે અને જ્યારે પણ તે ક્ષમાદિ સ્વભાવરૂપે પરિણામે છે ત્યારે તેને ક્રોધાદિનો અભાવ થઈ જાય છે. આથી ક્રોધાદિના અભાવરૂપ ક્ષમાદિનું પરિણમન થાય છે ત્યારે કહેવાય છે કે ક્રોધનો અભાવ તે ક્ષમા છે. ક્રોધ આત્માનો વિભાવ છે, અને તે ક્ષમાના અભાવે પ્રગટ થાય છે, તેની સંતતિ ચાલે છે માટે ક્રોધના અભાવને ક્ષમા કહે છે. પરંતુ સત્ય તો એ છે કે ક્ષમાનો અભાવ તે ક્રોધ છે.
અહીં કોઈને વિચાર આવે કે પૂર્વાચાર્યોએ પણ ક્રોધના અભાવને ક્ષમા તરીકે સમજાવેલ છે તેનું શું? તેનું કારણ એ છે કે તેમને ક્રોધી જીવોને સમજાવવાના હતા, જેમને ક્ષમાનો પરિચય નહિવત્ હતો, તેથી ક્ષમાનું સ્વરૂપ પણ તેમને ક્રોધ દ્વારા સમજાવવું પડયું હતું જેમ વ્યવહારી જનોને વ્યવહારની ભાષામાં સમજાવવું પડે છે. મુનિજન તો ક્ષમાના ભંડાર હોય છે. જો તેઓ પોતાના અનુભવ પ્રમાણે સમજાવે કે ક્ષમાનો અભાવ તે ક્રોધ છે તો દુન્યવી જીવો તે સમજી શકે નહિ. તેમને પરિચય ક્ષમાનો નહિ, પણ ક્રોધનો છે. એટલે શ્રોતાની ભાષામાં મુનિજન પોતાનો અનુભવ જણાવે છે કે ક્રોધનો અભાવ તે ક્ષમા છે. આથી જ્ઞાનીજનો સમજાવવા ઇચ્છે છે ક્ષમાધર્મને, પણ સમજાવે છે ક્રોધની વાત કરીને. આથી ક્ષમાનાં સાચા સ્વરૂપને સમજવા માટે ક્રોધનું સ્વરૂપ સમજવું જરૂરી બને છે.
ક્રોધ આત્માની એક એવી વિકૃતિ છે, એક એવી નબળાઈ છે કે જેનાં કારણે તેનો વિવેક સમાપ્ત થઈ જાય છે, તેને ભલાબૂરાની કોઈ સમજણ રહેતી નથી. આ વિકૃતિ અને આ નબળાઈ જીવને, પોતે જ્ઞાનપિંડ અને આનંદઘન હોવા છતાં અનાદિથી લાગેલી છે. આ નબળાઈને કારણે પ્રાણીઓએ અનેક દુઃખો સહન કર્યાં છે, કરે છે અને કરશે. એ બધાંથી બચવા પ્રયત્નો પણ કર્યા છે, પરંતુ યોગ્ય પુરુષાર્થના અભાવે તેને સફળતા મળી નથી.
જીવને જેના પર ક્રોધ આવે છે, તેને ક્રોધી પુરુષ સારુંખોટું કહેવા લાગે છે, ગાળો દે છે, મારે છે, તે એટલે સુધી કે પોતાનો જાન જોખમમાં મૂકીને પણ તેનું બૂરું
૧૨૩