________________
કેવળી પ્રભુનો સાથ
કરવા તે ઇચ્છે છે. આમ છતાં જો તેનું બૂરું ન થાય તો પોતે ખેદયુક્ત અને દુઃખી થાય છે, પોતાનાં જ અંગોનો ઘાત ક૨વા લાગે છે, માથું કૂટે છે, અને ક્રોધના અતિરેકમાં વિષાદિનું ભક્ષણ કરી મોત પામે છે. લોકમાં થતી આત્મહત્યાઓનો મોટોભાગ ક્રોધનાં કારણે થતો હોય છે.
ક્રોધ કરવાવાળો પર નિમિત્ત પર જ દૃષ્ટિ રાખે છે, નિમિત્તની જ ભૂલ જુએ છે, પોતાની ભૂલ સમજતો નથી, ભલે તટસ્થપણે જોતાં પોતાની જ ભૂલ હોય. ક્રોધી વિવેકસભર વિચાર કરી શકતો નથી. એની દૃષ્ટિ તો બીજાના છતા-અછતા દુર્ગુણો પર જ રહે છે, ગુણદૃષ્ટિ તે કેળવી શકતો નથી.
ઉદા. રસ્તામાં મૂકેલો કાચનો પ્યાલો માલિકની ઠેસ લાગવાથી તૂટી જાય તો તે ગુસ્સાથી બોલી ઊઠશે, “અહીં વચ્ચે પ્યાલો કોણે રાખ્યો છે ?” તેને પ્યાલો રાખવાવાળા ૫૨ ક્રોધ થશે, પણ પોતા પર ક્રોધ નહિ આવે કે પોતે કેમ સંભાળપૂર્વક ન ચાલ્યો. જો એ જ પ્યાલો પોતે રાખ્યો હોય અને ભૂલથી નોકરથી ફૂટી જાય તો તે બૂમ પાડશે કે “કેમ જોઈને ચાલતો નથી ?” પણ પોતાનો દોષ નહિ જુએ કે મેં કેમ પ્યાલો વચ્ચે રહેવા દીધો? જો કોઈ તેની ભૂલ બતાવે કે તમે જ પ્યાલો રાખ્યો હતો, તો તે એમ જ કહેશે કે “નોકરે વચમાંથી પ્યાલો કેમ ન લઈ લીધો?” ક્રોધીને પોતાની ભૂલ જ દેખાતી નથી. પરની જ ભૂલો તે શોધ્યા કરે છે. ક્રોધને કારણે જીવ ઘણું નુકશાન કરતો હોય છે. આખા વિશ્વમાં મનુષ્ય દ્વારા જે વિનાશ સર્જાય છે તેનાં મૂળમાં ક્રોધાદિ વિભાવો જ જોવા મળે છે.
ક્રોધ એ શાંતિનો ભંગ કરનાર મનોવિકાર છે. તે ક્રોધ કરવાવાળાની માનસિક શાંતિનો તો ભંગ કરે જ છે પણ તે ઉપરાંત વાતાવરણને પણ કલુષિત અને અશાંત કરે છે. જેના પ્રતિ ક્રોધ કરવામાં આવે છે તે પણ અપમાન અનુભવી કષાયી બની અશાંત થાય છે. આ ક્રોધનું ભયંકર સ્વરૂપ તે વેર છે. વેર એ ક્રોધનો વિશેષ ભયકારક મનોવિકાર છે. ક્રોધના આવેશમાં જીવ તરત બદલો લેવા લાગી જાય છે, તેને અપશબ્દો કહે છે, મારે છે, વગેરે પ્રતિક્રિયા કરે છે. પણ જ્યારે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા વ્યક્ત
૧૨૪