________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
ન કરતાં, મનમાં જ એના પ્રત્યે જન્મેલાં ક્રોધને, લાગ આવ્યે બદલો લઇશ એવા ભાવથી, દબાવી દેવામાં આવે ત્યારે એ ક્રોધ વેરનું સ્વરૂપ ધારણ કરે છે. વર્ષો સુધી દબાયેલું આવું વેર સમય આવ્યે પ્રગટ થાય છે.
ઉપલકદષ્ટિએ જોતાં વેરભાવ વિવેકનો ઓછો વિરોધી લાગે છે, પણ તે ક્રોધથી વિશેષ ભયાનક છે, કેમકે તે યોજનાબદ્ધ વિનાશ વેરે છે. ક્રોધી તરત કોઈ વિનાશ યોજના ઘડતો નથી, જે સંભવિત હોય તેમ વર્તે છે, ત્યારે વે૨માં યોજનામય વિનાશ હોય છે. સામાન્ય વિનાશ કરતાં યોજનાબધ્ધ વિનાશ અતિ વધારે ખતરનાક અને ભયંકર હોય છે. જેટલાં તીવ્રતા અને આવેગ ક્રોધમાં જોવામાં આવે છે, તેટલાં તે વેરમાં જોવામાં આવતાં નથી. તેમ છતાં ક્રોધનો ગાળો ટૂંકા સમયનો હોય છે ત્યારે વેર પેઢી દર પેઢી ચાલે એટલું લાંબુ પણ હોય છે.
ખીજ, ચીડ, ક્ષોભ વગેરે પણ ક્રોધનાં અન્ય રૂપો છે. આપણને કોઈ પ્રતિકૂળ બાબતમાંથી પસાર થવાનો યોગ આવે તો આપણે ખીજાઈ જઇએ છીએ. વારંવાર આવતી ખીજ ચીઢમાં ફેરવાય છે. ખીજ અને ચીઢ એ અસફળ ક્રોધનાં પરિણામ છે. ક્ષોભ પણ ક્રોધનું અવ્યક્ત રૂપ છે. આ બધા વિકારો ક્રોધનાં નાનાં-મોટાં રૂપ છે, અને માનસિક શાંતિનો ભંગ કરનારાં છે. જ્યાં સુધી આ વિકારોનું જોર ચાલે ત્યાં સુધી કોઈ જીવ પૂર્ણતા પામી શકે નહિ. એને જીતવા માટેનો ઉપાય બતાવતાં પંડિત ટોડરમલજી મોક્ષમાર્ગ પ્રકાશકમાં લખે છે કે,
--
“અજ્ઞાનને કારણે જ્યાં લગી આપણને, પ૨પદાર્થો ઇષ્ટ-અનિષ્ટ ભાસતા રહે ત્યાં લગી ક્રોધાદિની ઉત્પત્તિ થતી જ રહેશે, પરંતુ જ્યારે તત્ત્વ અભ્યાસનાં બળ વડે ૫૨ પદાર્થોમાંથી ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ દૂર થશે ત્યારે સ્વભાવથી જ ક્રોધાદિની ઉત્પત્તિ થશે નહિ.”
પોતાને થતાં સુખ-દુ:ખનાં કારણો અન્યને માનવાં એ જ ક્રોધાદિની ઉત્પત્તિનું મૂળ કારણ છે. વળી જ્યાં સુધી સમ્યક્દષ્ટિપણું સંભવતું નથી ત્યાં સુધી ક્ષમાનો ભાવ ઉત્તમ સ્વરૂપ ધારણ કરી શકતો નથી. કારણ કે ક્રોધનો અભાવ આત્માના
૧૨૫