________________
કેવળી પ્રભુનો સાથ
આશ્રયે થાય છે. મિથ્યાદૃષ્ટિને આત્માનો આશ્રય હોતો નથી, તેથી તેને ક્રોધનો અભાવ થઈ શકતો નથી. જ્યારે કષાય મંદ હોય ત્યારે તેનો આવિર્ભાવ બહારમાં જોવા મળતો નથી, તેથી અજ્ઞાની જીવ તેને ક્રોધનો અભાવ કહે છે, પણ વાસ્તવમાં તો તે કષાયનું મંદપણું જ હોય છે. જ્યાં સુધી શુધ્ધાત્મા તથા સગુરુ પ્રતિનું શ્રધ્ધાન દઢ થતું નથી, ત્યાં સુધી તે જીવને પોતાના આત્માની પ્રતીતિ થઈ શકતી નથી. અને આત્માનાં અસ્તિત્વના નકારમાં જ મિથ્યાત્વ તથા અનંતાનુબંધી કષાયનાં મૂળ રહેલાં છે. વળી આ લોકના જે જે પરપદાર્થો તેની ઇચ્છાને અનુકૂળ પરિણમે નહિ તે સઘળા એના ક્રોધના ભાજન થાય છે. પરપદાર્થ તો અનંત છે તેથી અભિપ્રાયમાં અનંત પદાર્થો એના ક્રોધનાં પાત્ર થયાં. એક અપેક્ષાએ જણાશે કે એ અનંતાનુબંધી ક્રોધ છે, કેમકે એને અનંત પરપદાર્થો સાથે અનુબંધ કર્યો છે. આ પરથી સમજાય છે કે મિથ્યાદૃષ્ટિને પર પદાર્થોમાં કર્તૃત્વબુદ્ધિ રહેતી હોવાથી અને અનંતાનુબંધી કષાયનો અભાવ ન થયો હોવાથી તેને ઉત્તમ ક્ષમાનો ધર્મ પ્રગટી શકતો નથી.
આત્માનો ક્ષમાભાવ એ સમ્યકુચારિત્રનું એક પાસુ છે. અને સમ્યક્દર્શન વિના સમ્યકુચારિત્ર સંભવી શકે નહિ, તેથી કહી શકાય કે મિથ્યાત્વીને ઉત્તમ ક્ષમા હોઈ ન શકે.
નિશ્ચયથી તો ક્ષમાભાવી આત્માના આશ્રયે પર્યાયમાં ક્રોધરૂપ વિકારની સંભાવના જ નથી, પરંતુ વ્યવહારથી ક્રોધાદિનું નિમિત્ત મળવાં છતાં પણ ઉત્તેજિત ન થવું, તેના પ્રતિકારરૂપ પ્રવૃત્તિ ન કરવી એ પણ ઉત્તમ ક્ષમામાં સમાય છે. ક્ષમાનાં ધારકને પરિષહ કે ઉપસર્ગ વખતે પણ ક્રોધ ન આવે, મન શાંતનું શાંત જ રહે. ગુસ્સો આવે તો ત્યાં ક્ષમા રહેતી નથી. કોઈ પણ સ્થિતિમાં મન ખેદ, ગ્લાનિ કે વેર વેદ નહિ ત્યારે તે આત્મા ઉત્તમ ક્ષમાનો ધારક બને છે. જે જીવ ‘ગાળ સાંભળીને થપ્પડ મારે' તે કાયાની વિકૃતિવાળો છે. જે જીવ ‘ગાળ સાંભળીને ગાળ આપે' તે વચનની વિકૃતિવાળો છે. જે કંગાળ સાંભળી મનમાં ખેદ લાવે તે મનની વિકૃતિવાળો છે. પરંતુ જે “ગાળ સાંભળીને મનમાં પણ ખેદ ન લાવે' તે ક્ષમાધારી છે. એટલું જ
૧ ૨૬