________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
નહિ પણ, જો કોઈ જીવ ગુણને પણ ભરી સભામાં અવગુણરૂપે વર્ણવી નિંદા કરે છતાં ય ક્ષમાધારી જીવ ઉત્તેજીત થતો નથી.
આ ક્રોધના ચાર પ્રકાર ભગવાને જણાવ્યા છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન. જીવ જ્યારે સમ્યક્દર્શન પ્રાપ્ત કરે છે ત્યારે ચોથે ગુણસ્થાને તેને જો ક્ષયોપશમ સમકિત હોય તો અનંતાનુબંધી સત્તામાં ચાલ્યું જાય છે, અને ક્ષાયિક સમકિત થયું હોય તો તેને એ અનંતાનુબંધી ક્ષય થઈ ગયો હોવાથી અનંતાનુબંધી કષાયના ઉદયનો અભાવ થઈ જાય છે. અને એ પ્રમાણમાં ઉત્તમ ક્ષમા તેને પ્રગટે છે. પાંચમે ગુણસ્થાને જીવને અપ્રત્યાખ્યાની કષાય સત્તાગત થાય છે, છ ગુણસ્થાને જીવને પ્રત્યાખ્યાની કષાય સત્તાગત થાય છે, ઉદયમાં રહેતા નથી. અને કેવળજ્ઞાન થાય ત્યારે સંજ્વલન સહિત તમામ કષાયોનો ક્ષય થાય છે, તેથી સર્વોત્કૃષ્ટ ક્ષમાનાં ધારક તેઓ થાય છે. આ પરથી સમજાશે કે ઉત્તમ ક્ષમાદિનું માપ બાહ્ય વર્તનાદિથી કાઢી શકાતું નથી, બાહ્યથી કષાયોની મંદતા કે તીવ્રતા પર ઉત્તમ ક્ષમાદિનો આધાર નથી, એનો આધાર કષાયોનો ક્રમશ: થતો અભાવ ગણી શકાય. કષાયોની મંદતા કે તીવ્રતાના આધારે જે ભેદો પડે છે તે તો વેશ્યા છે.
વ્યવહારથી મંદકષાયીને ઉત્તમક્ષમાના ધારક કહેવામાં આવે છે, પણ અંતરંગ તપાસતાં એવું પણ બને કે બાહ્યથી તદ્ન શાંત જણાતી વ્યક્તિ અંદરમાં ઉકળતા ચરુ જેવી હોય. નવમી ગ્રેવયેક સુધી પહોંચવાવાળા મિથ્યાદૃષ્ટિ દ્રવ્યલિંગી મુનિ બહારથી એટલા શાંત દેખાય છે કે તેની ચામડી ઉતારીને મીઠું ભભરાવામાં આવે તો પણ એમની આંખનો ખૂણો પણ લાલ ન થાય, છતાં શાસ્ત્રકારોના જણાવ્યા પ્રમાણે તેમને ઉત્તમ ક્ષમા નહિ પણ અંતરંગમાં અનંતાનુબંધી કષાય પ્રવર્તતા હોય છે. કારણ કે તેમના આત્મામાં આત્માની અરુચિરૂપ ક્રોધ તથા સંસારસુખની લાલસા રૂપ લોભ પ્રવર્તતો હોય છે. બહારથી જે ક્રોધનો અભાવ જણાય છે તે પરાશ્રયી હોય છે, આત્મામાંથી નિષ્પન્ન થયેલ નથી. તેમાં સુખની લાલસા, યશનો લોભ કે અપયશાદિનો ભય છૂપાયેલાં રહેલાં હોય છે. કોઈ બાહ્ય નિમિત્તને પકડીને તેઓ શાંત રહે છે.
૧૨૭